સતત બીજા મહિને ભારતીય ખેલાડીએ જીત્યો આઈસીસીનો એવોર્ડ, આ વખતે R Ashwin વિજેતા
આર અશ્વિન (R Ashwin) ને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરવા માટે મળ્યો છે. ફેબ્રુઆરી મહિનામાં આર અશ્વિને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રણ ટેસ્ટ મેચ રમી, જેમાં તેણે 24 વિકેટ ઝડપવાની સાથે એક સદી ફટકારી હતી.
નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ 2021ની શરૂઆતમાં માસિક એવોર્ડની જાહેરાત કરી હતી. જેમાં જાન્યુઆરી મહિનામાં ICC Player of the Month નો એવોર્ડ ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે જીત્યો હતો. તો ફેબ્રુઆરી મહિનાના વિજેતાની જાહેરાત પણ આઈસીસીએ કરી દીધી છે. મંગળવારે આઈસીસીએ જણાવ્યું કે, પુરૂષ વર્ગમાં આઈસીસી પ્લેયર ઓફ ધ મંત રવિચંદ્રન અશ્વિન છે, જ્યારે મહિલા વર્ગમાં આ એવોર્ડ ઈંગ્લેન્ડની Tammy Beaumont એ જીત્યો છે.
આર અશ્વિન (R Ashwin) ને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરવા માટે મળ્યો છે. ફેબ્રુઆરી મહિનામાં આર અશ્વિને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રણ ટેસ્ટ મેચ રમી, જેમાં તેણે 24 વિકેટ ઝડપવાની સાથે એક સદી ફટકારી હતી. તેની મદદથી તેણે ઈંગ્લેન્ડ ટીમના કેપ્ટન જો રૂટને પાછળ છોડતા આઈસીસી પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ જીત્યો છે. પાછલા મહિને પણ જો રૂટ નોમિનેટ થયો હતો પરંતુ ત્યારે એવોર્ડ રિષભ પંતના ખાતામાં આવ્યો હતો.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube