IND vs ENG: અશ્વિને પાંચ વિકેટ લીધા બાદ ફટકારી સદી, બનાવ્યા અનેક રેકોર્ડ
અશ્વિને આજે પોતાની ઓલરાઉન્ડર ક્ષમતાનો પરિચય આપતા ચેન્નઈ ટેસ્ટમાં શાનદાર સદી ફટકારી છે.
ચેન્નઈઃ ભારતીય ટીમના અનુભવી સ્પિનર આર અશ્વિન (R Ashwin) એ ચેન્નઈ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ દમદાર પ્રદર્શન કર્યું છે. પ્રથમ ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપ્યા બાદ અશ્વિને બીજી ઈનિંગમાં બેટથી ધમાકેદાર પ્રદર્શન કરતા સદી ફટકારી છે. આ ઓલરાઉન્ડરે પોતાના પ્રદર્શનની મદદથી ઘણા દિગ્ગજોને પાછળ છોડી દીધા છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચેન્નઈ ટેસ્ટની બીજી ઈનિંગમાં અશ્વિન સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન રહ્યો છે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી ચાર મેચોની સિરીઝના બીજા મુકાબલામાં અશ્વિને દમદાર બેટિંગ કરી છે. પ્રથમ ઈનિગંમાં ભારતે 329 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 134 રનમાં આઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ વિરુદ્ધ અશ્વિને આ ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપી હતી. ત્યારબાદ બીજી ઈનિંગમાં ભારતીય ટીમ મુશ્કેલીમાં હતી ત્યારે બેટથી પણ પ્રદર્શન કર્યુ છે. અશ્વિને 134 બોલમાં 14 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 106 રન બનાવ્યા છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube