IND vs ENG: અશ્વિને સિરીઝમાં 32 વિકેટ ઝડપી બનાવ્યો અનોખો રેકોર્ડ, બન્યો પ્રથમ ભારતીય
ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચાર મેચોની ટેસ્ટ સિરીઝમાં અશ્વિને જે કર્યુ તે અત્યાર સુધી કોઈ ભારતીય બોલર કરી શક્યો નથી. સિરીઝ દરમિયાન અશ્વિને 30થી વધુ વિકેટ જડપી અને તેણે આ કમાલ કરિયરમાં બીજીવાર કર્યો છે.
અમદાવાદઃ ભારતીય ક્રિકેટ ટીમના સ્પિનર આર અશ્વિન (R Ashwin) એ એકવાર ફરી પોતાના ફિરકીનો કમાલ દેખાડ્યો છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચાર મેચોની ટેસ્ટ સિરીઝમાં તેણે એવુ કર્યુ જે આ પહેલા કોઈ ભારતીય બોલર કરી શક્યો નથી. સિરીઝ દરમિયાન અશ્વિને 30થી વધુ વિકેટ ઝડપી અને આ કમાલ તેણે કરિયરમાં બીજાવાર કર્યો છે. આ પહેલા કોઈ ભારતીય બોલર આ સિદ્ધિ મેળવી શક્યો નથી.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સિરીઝની ચોથી મેચમાં ઈંગ્લેન્ડે બીજી ઈનિંગમાં જો રૂટની વિકેટ ઝડપવાની સાથે સિરીઝમાં 30મી વિકેટ પૂરી કરી હતી. આ અશ્વિનના ટેસ્ટ કરિયરમાં બીજી તક હતી જ્યારે તેણે એક સિરીઝમાં 30 કે તેથી વધુ વિકેટ ઝડપી હોય. ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચાર મેચોની સિરીઝની આઠ ઈનિંગમાં અશ્વિને 32 વિકેટ પોતાના નામે કરી છે. અશ્વિન મેન ઓફ ધ સિરીઝ જાહેર થયો હતો.
આ પણ વાંચોઃ IND vs ENG: ઈંગ્લેન્ડને હરાવી આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1 બની ટીમ ઈન્ડિયા
અશ્વિને દિગ્ગજોને છોડ્યા પાછળ
આ પહેલા ભારત તરફથી દિગ્ગજ બોલર બિશન સિંહ બેદી, બી ચંદ્રશેખર, કપિલ દેવ, હરભજન સિંહે એક સિરીઝમાં 30 વિકેટ હાસિલ કરી હતી. આ બધાએ પોતાના ટેસ્ટ કરિયરમાં માત્ર એકવાર આ કમાલ કર્યો. અશ્વિને આ બધાને પાછળ છોડતા બીજીવાર કોઈ સિરીઝમાં 30 વિકેટ ઝડપી છે.
આ પણ વાંચોઃ IND vs ENG: અક્ષર પટેલે ડેબ્યૂ ટેસ્ટ સિરીઝમાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, અનેક દિગ્ગજોને છોડ્યા પાછળ
2015માં અશ્વિને પ્રથમવાર ઝડપી હતી 30 વિકેટ
ભારતના આ અનુભવી સ્પિનરે વર્ષ 2015માં સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમાયેલી સિરીઝ દરમિયાન પણ આ સિદ્ધિ મેળવી હતી. 4 મેચોની સિરીઝ દરમિયાન અશ્વિને પ્રથમવાર 30 વિકેટ હાસિલ કરી હતી. અશ્વિને 6 વર્ષ બાદ ફરી આ પ્રદર્શનનું પુનરાવર્તન કર્યુ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube