IPL 2025 Auction પહેલા ચેન્નઈ સુપરકિંગ્સમાં થઈ અશ્વિનની વાપસી, નવી ભૂમિકામાં જોવા મળશે
Ashwin Returns To MS Dhoni CSK: ભારતના અનુભવી સ્પિનર આર અશ્વિનને વધુ એક જવાબદારી મળી છે. આ જવાબદારી ચેન્નઈ સુપર કિંગ્સ દ્વારા અશ્વિનને સોંપવામાં આવી છે. નોંધનીય છે કે અશ્વિન ચેન્નઈ તરફથી આઈપીએલમાં રમી ચૂક્યો છે.
Ashwin Returns To MS Dhoni CSK: ભારતના અનુભવી સ્પિનર આર અશ્વિનનું પ્રદર્શન તાજેતરના વર્ષોમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સિવાય આઈપીએલમાં પણ સારૂ રહ્યું છે. આર અશ્વિન રાજસ્થાન રોયલ્સ તરફથી આઈપીએલમાં રમે છે. અશ્વિન આઈપીએલમાં અત્યાર સુધી પાંચ ટીમો માટે રમી ચૂક્યો છે. તેણે 2008થી 2015 સુધી ચેન્નઈની જર્સી પહેરી હતી. ત્યારબાદ તે અલગ-અલગ ટીમમાં જોવા મળ્યો છે. પરંતુ હવે અશ્વિનની વાપસી ફરી સીએસકે ગ્રુપમાં થઈ ગઈ છે.
રાજસ્થાન રોયલ્સનો પ્લેયર છે અશ્વિન
અશ્વિન રાજસ્થાન રોયલ્સ તરફથી રમે છે. તેને હજુ ટીમે રિલીઝ કર્યો નથી. આ વચ્ચે અશ્વિનને ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી મોટી ઓફર મળી, જેને તે ઠુકરાવી શક્યો નહીં. તેવામાં અશ્વિન પોતાની જૂની ટીમ સાથે જોડાઈ ગયો છે. પરંતુ અશ્વિન ખેલાડીની ભૂમિકામાં પરત ફર્યો નથી. ટીમની માલિકી ધરાવતી ઈન્ડિયા સીમેન્ટ્સે તેને નવી જવાબદારી સોંપી છે.
આ પણ વાંચોઃ લોકસભામાં આ વખતે એક નહીં 2 ક્રિકેટર જોવા મળશે, એક જ પાર્ટીની ટિકિટ પરથી લડ્યા ચૂંટણી
અશ્વિનને મળી આ જવાબદારી
અશ્વિનને ચેન્નઈ સુપર કિંગ્સના હાઈ-પરફોર્મંસ સેન્ટરને સંભાળવાની જવાબદારી મળી છે. આઈપીએલ 2025 સીઝનની શરૂઆત સુધી સેન્ટર સંપૂર્ણ રીતે ચાલૂ થવાની આશા છે, જેમાં અશ્વિન તેના વિકાસની મહત્વપૂર્ણ જવાબદારી નિભાવશે. સીએસકેની તમિલનાડુમાં ઘણી એકેડમી છે. હાઈ-પરફોર્મંસ સેન્ટર મુખ્ય ટીમ સિવાય એકેડમીના ખેલાડીઓ પર પણ નજર રાખશે.
ચેન્નઈ માટે રમશે અશ્વિન?
ઈન્ડિયા સીમેન્ટ્સમાં વાપસી પર અશ્વિને કહ્યું- રમતને આગળ વધારવી અને ક્રિકેટ જગતમાં યોગદાન આપવું મારૂ પ્રાથમિક લક્ષ્ય છે. હું તે જગ્યાએ પરત આવીને ખુશ છું, જ્યાંથી મારા માટે આ બધુ શરૂ થયું હતું. સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને પણ આ નિર્ણયથી ખુબ ખુશ છે. અશ્વિનની વાપસીએ તે વાતને હવા આપી કે તે આગામી સીઝનમાં ચેન્નઈ માટે રમી શકે છે. ઓક્શનમાં ચેન્નઈ તેના પર દાવ લગાવી શકે છે.