આર અશ્વિને જણાવ્યું ટીમ ઈન્ડિયાનું `કાળુ સત્ય`, કહ્યું- દોસ્ત-દોસ્ત ના રહા, હવે તો માત્ર...
ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ઓફ સ્પિનર આર અશ્વિનનું કહેવું છે કે ક્યારેક ટીમમેટ્સ મિત્રો હતા પરંતુ હવે તેવું નથી. અશ્વિન વિશ્વનો નંબર-1 ટેસ્ટ બોલર છે. તેણે 2010માં આંતરરાષ્ટ્રીય પર્દાપણ કર્યું હતું.
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાનો સ્પિનર આર અશ્વિન આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ-2023 (WTC Final 2023) ની પ્લેઇંગ 11માંથી બહાર થયા બાદ સતત ચર્ચામાં છે. નંબર વન ટેસ્ટ બોલર અશ્વિનને બહાર રાખવા પર ફેન્સથી લઈને અનેક પૂર્વ ક્રિકેટરોએ નારાજગી વ્યક્ત કરી હતી. ભારતે ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે 209 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. તો હવે અશ્વિને ટીમ ઈન્ડિયાનું એક કાળુ સત્ય જણાવ્યું છે. તેનું કહેવું છે કે ક્યારેક ટીમમેટ્સ દોસ્ત હતા પરંતુ હવે માત્ર કલીગ છે. નોંધનીય છે કે અશ્વિને વર્ષ 2010માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું. તે સચિન તેંડુલકર અને વીવીએસ લક્ષ્મણ સહિત ઘણા દિગ્ગજો સાથે ભારતીય ડ્રેસિંગ રૂમશેર કરી ચુક્યો છે.
અશ્વિને ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યૂમાં ઘણા મુદ્દા પર વાત કરી છે. અશ્વિનને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તે પોતાના કોઈ ટીમમેટ્સની સાથે ખુલીને વાતચીત કરી શકે છે કે હેલ્પ લે છે તો સ્પિનરનું પ્રથમ રિએક્શન હતું- આ એક ડીપ ટોપિક છે. તેણે જણાવ્યું કે દરેક સ્લોટ માટે ટીમમાં ખુબ સ્પર્ધા છે, જેના કારણે ભારતીય ડ્રેસિંગ રૂમમાં દોસ્તી શબ્દ ક્યાંય પાછળ છૂટી ગયો છે.
આ પણ વાંચોઃ ચિરાગ અને સાત્વિકની જોડીએ રચ્યો ઈતિહાસ, જીત્યું ઈન્ડોનેશિયા ઓપનનું ટાઈટલ
સ્પિનરે કહ્યું- આ એક એવો સમય છે જ્યાં દરેક કોઈ એક કલીગ છે. એક સમયે જ્યારે ક્રિકેટ રમવામાં આવતું હતું તો દરેક સાથી તમારા મિત્રો હતા. હવે માત્ર કલીગ છે. એક મોટુ અંતર છે કારણ કે લોકો અહીં ખુદને આગળ વધારવા માટે છે, આજુ-બાજુમાં બેઠેલા વ્યક્તિથી આગળ નિકળવાના જુગાડમાં છે. તેથી કોઈની પાસે તે કહેવા માટે સમય નથી કે બધુ બરાબર છે, તમે શું કરી રહ્યાં છો?
અશ્વિને આગળ કહ્યું કે મારૂ માનવું છે કે જ્યારે તમે એકબીજા સાથે શેર કરો છો તો રમત સારી થાય છે. જ્યારે તમે કોઈ વ્યક્તિની ટેક્નિક અને જર્નીને સમજો છો તો તેનાથી ફાયદો થાય છે. આ હોવું જોઈએ પણ નથી. કોઈપણ તમારી મદદ માટે આવશે નહીં. આ એક અલગ-અલગ યાત્રા છે. ભલે તમે કોઈ પ્રોફેશનલ સુધી પહોંચી જાવ પરંતુ આપણે ક્યારેક ભૂલી જઈએ કે ક્રિકેટ સેલ્ફ-ટોટ સ્પોર્ટ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube