ભારતીય યુવા ખેલાડીએ વર્લ્ડ ચેમ્પિયન મેગ્નસ કાર્લસનને ફરી હરાવ્યો, જીત્યો ચેસેબલ માસ્ટર્સ
ભારતીય યુવા ખેલાડી રમેશબાબુ પ્રજ્ઞાનાનંદે આ વર્ષે બીજી વખત વર્લ્ડ ચેમ્પિયન મેગ્નસ કાર્લસનને હરાવી શુક્રવારના ચેસ માસ્ટર્સ ઓનલાઇન રેપિડ ચેસ ટૂર્નામેન્ટમાં જીત મેળવી છે.
નવી દિલ્હી: ભારતીય યુવા ખેલાડી રમેશબાબુ પ્રજ્ઞાનાનંદે આ વર્ષે બીજી વખત વર્લ્ડ ચેમ્પિયન મેગ્નસ કાર્લસનને હરાવી શુક્રવારના ચેસ માસ્ટર્સ ઓનલાઇન રેપિડ ચેસ ટૂર્નામેન્ટમાં જીત મેળવી છે.
16 વર્ષના ચેમ્પિયન જેણે ફેબ્રુઆરીમાં એરથિંગ્સ માસ્ટર્સમાં પણ જીત હાંસલ કરી હતી. તેણે નોકઆઉટ સ્ટેજમાં જગ્યા બનાવવા માટે ફાઈનલ સ્ટેજમાં કાર્લસનની એક ખોટી ચાલનો ફાયદો ઉઠાવ્યો.
પ્રજ્ઞાનાનંદે આ અઠવાડિયાની શરૂઆતમાં આપેલા નિવેદનમાં કહ્યું હતું કે, તે સ્કૂલની પરીક્ષા વચ્ચે હતો, પરંતુ એક ચેમ્પિયન ખેલાડીની સામે પોતાની જાતને પરખવાની તક છોડવા માંગતો ન હતો.
ગત મહિને રેકજાવિક ઓપન જીતવા અને લા રોડા ઓપનમાં ત્રીજા સ્થાન પર રહ્યા બાદ ચેન્નાઈના ખેલાડીની સીઝન ખુબ જ મજબૂર રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube