11 વર્ષ બાદ ફેડરન-નડાલ વિમ્બલ્ડનમાં આમને-સામને, બંન્ને વચ્ચે 40મો મુકાબલો
37 વર્ષના ફેડરરે પોતાના ક્વાર્ટરફાઇનલમાં જાપાનના કેઈ નિશિકોરીને 4-6, 6-1, 6-4, 6-4થી પરાજય આપ્યો હતો. તે એક ગ્રાન્ડસ્લેમમાં 100 મેચ જીતનારો વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે.
લંડનઃ વિમ્બલ્ડનમાં શુક્રવારે સ્પેનિશ રાફેલ નડાલ અને સ્વિટ્ઝર્લેન્ડના રોજર ફેડરર વચ્ચે સેમિફાઇનલ મુકાબલો રમાશે. આ બંન્ને ખેલાડી ટૂર્નામેન્ટમાં 11 વર્ષ બાદ આમને-સામને હશે. આ તેની 40મી મેચ હશે. આ પહેલા 2008ના ફાઇનલમાં નડાલે ફેડરરને -4, 6-4, 7-6, 7-6, 9-7થી હરાવીને ટાઇટલ જીત્યું હતું. બંન્ને વચ્ચે આ મેચ 4 કલાક 48 મિનિટ સુધી ચાલ્યો હતો.
37 વર્ષના ફેડરરે પોતાના ક્વાર્ટરફાઇનલમાં જાપાનના કેઈ નિશિકોરીને 4-6, 6-1, 6-4, 6-4થી પરાજય આપ્યો હતો. તે એક ગ્રાન્ડસ્લેમમાં 100 મેચ જીતનારો વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે. તો 33 વર્ષના નડાલે બેલ્જિયમના ડેવિડ ગોફિનને 6-4, 6-0, 6-2થી હરાવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી હતી. વિમ્બલ્ડનમાં ફેડરરે અહીં 13મો અને નડાલનો 9મો સેમિફાઇનલ મુકાબલો છે.
વિશ્વ ક્રિકેટને મળશે નવો ચેમ્પિયન, અત્યાર સુધી આ ટીમોના નામે રહ્યું ટાઇટલ
ફેડરર અને નડાલ હેડ-ટૂ-હેડ
વિમ્બલ્ડનમાં બંન્ને વચ્ચે આ ચોથી ટક્કર છે. આ પહેલા બંન્ને વચ્ચે 2006, 2007 અને 2008મા મુકાબલો થયો હતો. 2006 અને 2007મા ફેડરરે નડાલને હરાવ્યો હતો. જ્યારે 2008મા નડાલે ફેડરરને પરાજય આપીને ટાઇટલ પોતાના નામે કર્યું હતું. અત્યાર સુધી બંન્ને વચ્ચે કુલ 39 મેચ રમાઇ છે. તેમાં નડાલે 24મા અને ફેડરરે 15 મુકાબલામાં વિજય મેળવ્યો છે.
ફેડરરે સૌથી વધુ 20 ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીત્યા
વિશ્વવમાં સૌથી વધુ ગ્રાન્ડસ્લેમ મામલામાં 20 ટાઇટલની સાથે ફેડરર ટોપ પર છે. નડાલ 18 ગ્રાન્ડસ્લેમ જીતી ચુક્યો છે. ફેડરરે 8 વિમ્બલ્ડન, 6 ઓસ્ટ્રેલિયન ઓપન, 5 યૂએસ ઓપન અને એક ફ્રેન્ચ ઓપનનું ટાઇટલ પોતાના નામે કર્યું છે. તો નડાલે સૌથી વધુ 12 ફ્રેન્ચ ઓપન, 3 યૂએસ ઓપન, 2 વિમ્બલ્ડન અને એક ઓસ્ટ્રેલિયન ઓપન પોતાના નામે કર્યું છે.