ક્રાઇસ્ટચર્ચઃ અંજ્કિય રહાણે ઈચ્છે છે કે તેના બેટ્સમેન ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બીજી ટેસ્ટ ક્રિકેટ મેચમાં ફાસ્ટ બોલરોનો મજબૂત ઇરાદા સાથે સામનો કરે અને તે કોણથી આવતા બોલને સમજે જે વેલિંગ્ટનમાં પ્રથમ ટેસ્ટ મેચમાં તેના માટે ખરાબ સપનું બની ગઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રહાણેએ પ્રથમ ટેસ્ટની પહેલી ઈનિંગમાં સર્વાધિક 46 રન બનાવ્યા હતા અને તેણે આશા વ્યક્ત કરી કે હેગલી ઓવલની પિચ પર ઘાસ હોવા છતાં તેની ટીમ વાપસી કરશે. રહાણેએ ગુરૂવારે પત્રકારોને કહ્યું, 'હું તે કહી રહ્યો નથી કે અમારે વધારે આક્રમક થવું જોઈએ પરંતુ મજબૂત ઇરાદા અને સ્પષ્ટ માનસિકતાથી અમને મદદ મળશે.' ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલરો ટ્રેન્ટ બોલ્ટ, ટિમ સાઉદી અને કાઇલ જેમિસને ક્રીઝના કોણનો ઉપયોગ કરતા શોર્ટ પિચ બોલ કર્યાં હતા જેને ભારતીય બેટ્સમેનો સમજવામાં નિષ્ફળ રહ્યાં હતા. 


રહાણેએ કહ્યું, 'મને લાગે છે કે વેલિંગ્ટનમાં તેણે કોણનો ખુબ સારો ઉપયોગ કર્યો. ક્રીઝના બહારના કોણથી કે વચ્ચેથી બોલિંગ કરવી. શોર્ટ પિચ બોલ કરવા સમયે તે કોણ બદલી રહ્યાં હતા. મારૂ માનવું છે કે તેની રણનીતિ સ્પષ્ટ હતી.'


ભારતીય વાઇસ કેપ્ટને કહ્યું, 'એક બેટ્સમેનના રૂપમાં જો તમે કોઈ શોટ વિશે વિચારો છો તો  તમારે ખુદ પર વિશ્વાસ રાખીને શોટ રમવો જોઈએ. તમે પોતા પર શંકા ન કરી શકો. વેલિંગ્ટનમાં જે થયું તેને ભૂલવાની જરૂર છે.'


IPL 2020: આ વિસ્ફોટક બેટ્સમેનને ફરી મળી સનરાઇઝર્સ હૈદરાબાદની કમાન  


રહાણે અનુસાર અહીં બે નેટ સત્રનો ઉપયોગ તે કોણ સાથે તાલમેલ બેસાડવા માટે કરવામાં આવી રહ્યો છે જેનો નીલ વેગનર એન્ડ કંપની ઉપયોગ કરે છે. તેણે કહ્યું, 'હું તે કહુ છું કે પ્રયત્ન કરો અને એક ટીમના રૂપમાં અમે જે ભૂલ કરી તેમાંથી શીખ લો. અમારે તે કોણથી પ્રેક્ટિસ કરવી પડશે. અમે અભ્યાસ સત્રમાં ભાગ લીધો અને હજુ એક પ્રેક્ટિસ સેશન કરીશું. તમને તેનો અભ્યાસ કરવો પડશે અને ક્રીઝ પર પોતાની ક્ષમતા પર વિશ્વાસ દર્શાવવો પડશે.'


ચેતેશ્વર પૂજારાની પ્રથમ ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં 81 બોલ પર 11 રન બનાવવા માટે ટીકા કરવામાં આવી હતી. રહાણેએ તે વિશે કહ્યું, 'પૂજારા તેના તરફથી પ્રયત્ન કરી રહ્યો હતો તે રન બનાવવા પર ધ્યાન આપી રહ્યો હતો. પરંતુ બોલ્ટ, સાઉદી અને અન્ય બોલરોએ તક ન આપી. આવુ બધા બેટ્સમેનો સાથે થાય છે. મારો કહેવાનો અર્થ છે કે બધા બેટ્સમેન તે સમયમાંથી પસાર થાય છે.'


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર