INDvsWI : 6 ફૂટનો આ ક્રિકેટ છે 140 Kgનો, ટેસ્ટમાં ભારતીય ટીમે કરવો પડશે સામનો
26 વર્ષનો ઓલરાઉન્ડર રહકીમ કોર્નવાલ તેના વજન અને હાઇટને કારણે ચર્ચામાં છે
નવી દિલ્હી : વેસ્ટ ઇન્ડિઝે ભારતીય ક્રિકેટ ટીમ વિરૂદ્ધ રમાનારી બે મેચની ટેસ્ટ સિરિઝ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. આ માટે કુલ 13 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. આ ટીમમાં વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેઇલને સ્થાન નથી આપવામાં આવ્યું જ્યારે રહકીમ કોર્નવાલ (Rahkeem Cornwall)નો પહેલીવાર ટેસ્ટ સ્કવોડમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
Rahkeem Cornwall ભારત વિરૂદ્ધ પહેલીવાર ઇન્ટરનેશનલ ડેબ્યુ કરશે. અત્યાર સુધી તે ઘરેલુ મેચમાં પરફોર્મ કરતો હતો. રહકીમ પોતાની ઉંચાઈ અને વજનને કારણે ચર્ચામાં રહે છે. 6 ફૂટ અને 6 ઇંચ લાંબા રહકીમનું વજન 140 કિલો છે અને તેની ગણતરી તાકાતવાન ક્રિકેટર તરીકે થાય છે.
રમત જગતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...