નવી દિલ્હી: ભારતીય ક્રિકેટમાં હાલના સમયમાં મોટી ઉથલપાથલ ચાલી રહી છે. ટી20 વર્લ્ડકપમાં હાર બાદ ખેલાડીઓ વચ્ચે તીવ્ર હરીફાઈ ચાલી રહી છે. જે પણ ખેલાડીનું પ્રદર્શન ખરાબ રહ્યું છે બીસીસીઆઈ તેને માફ કરી રહ્યું નથી. જ્યારે શનિવારે શ્રીલંકા વિરુદ્ધ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી તો ઘણા દિગ્ગજ ખેલાડીઓના નામ લિસ્ટમાંથી કપાયા હતા. આ લિસ્ટમાં એક નામ દિગ્ગજ વિકેટકિપર બેટ્સમેન ઋદ્ધિમાન સાહાનું પણ હતું. પરંતુ સાહા ટીમમાંથી બહાર થતાં જ કોચ રાહુલ દ્રવિડ પર હુમલો કરીને મોટું નિવેદન આપી દીધું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાહાનો મોટો ખુલાસો
એક અંગ્રેજી વેબસાઈટ સાથે વાત કરતા ઋદ્ધિમાન સાહાએ ટીમના કોચ અને દિગ્ગજ ખેલાડી રાહુલ દ્રવિડને લઈને એક નિવેદન આપીને સૌથી મોટો ખુલાસો કર્યો છે. સાહાએ ખુલાસો કરતા જણાવ્યં છે કે મુખ્ય કોચ રાહુલ દ્રવિડે મને સંન્યાસ લેવા માટે વિચારવા જણાવ્યું હતું. તેના પાછળનું કારણ એ છે કે હવે મારા સિલેક્શન પર વિચાર કરવામાં આવશે નહીં. તમને જણાવી દઈએ કે સાહાએ હાલમાં રણજી ટ્રોફીમાંથી પણ પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. સાહાને પહેલાથી જ સ્પષ્ટતા કરી દેવામાં આવી હતી કે હવે તેમને ટીમમાં પાછા લેવામાં આવશે નહીં.


દ્રવિડ-ગાંગુલી પર કર્યો હુમલો
ગુસ્સામાં સાહાએ મીડિયા સાથે વાત કરતા મોટા ખુલાસા કર્યા. તેમણે જણાવ્યું, 'ટીમ મેનેજમેન્ટે મને કહ્યું હતું કે હવે મારા પર વિચાર કરવામાં આવશે નહીં. અગાઉ, મેં આ વાત એટલા માટે નહોતી કરી, કારણ કે હું તે વખતે ભારતીય ટીમનો ભાગ હતો. સાહાએ કહ્યું કે કોચ દ્રવિડે પણ મને હવે નિવૃત્તિ લેવા વિશે વિચારવાનું સૂચન કર્યું હતું. દ્રવિડ વિશે આ એક મોટો ખુલાસો છે કારણ કે આજ સુધી કોઈએ તેના વિશે આવું કહ્યું નથી. ગાંગુલી વિશે વાત કરતાં સાહાએ કહ્યું કે તેમણે જણાવ્યું હતું કે મારે ટીમમાં સ્થાનની ચિંતા ન કરવી જોઈએ, પરંતુ તેમ છતાં મને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો.


એક સાથે ચાર ખેલાડી બહાર
શ્રીલંકા વિરુદ્ધ ટીમની જાહેરાતની સાથે બીસીસીઆઈએ ઘણા દિગ્ગજ ખેલાડીઓને ટીમમાંથી બહાર કરી દીધા છે. આ ખેલાડીઓમાં ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણેનું નામ ચોંકાવનારું છે. જ્યારે ઈશાંત શર્મા અને દિગ્ગજ વિકેટતકીપર ઋદ્ધિમાન સાહાને પણ બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. તેના સિવાય કેએલ રાહુલ ઈજાગ્રસ્ત હોવાના કારણે આ સીરિઝમાંથી બહાર છે. તેના સિવાય વોશિંગટન સુંદર પણ ઈજાગ્રસ્ત હોવાના કારણે આખા પ્રવાસ દરમિયાન બહાર રહેશે. 


આ બે ખેલાડીઓને લાગી લોટરી
જ્યારે, શ્રીલંકા સીરિઝની સાથે અમુક યુવા ખેલાડીઓની ટીમમાં વાપસી થઈ છે. યુવા ઓપનિંગ બેટ્સમેન પ્રિયાંક પંચાલને ટીમમાં એકવાર ફરી પસંદગી કરવામાં આવી છે. જ્યારે કેએસ ભરતને ઋષભ પંતની સાથે ટીમનો વિકેટકીપર તરીકે પસંદગી કરવામાં આવી છે. તેના સિવાય શાર્દુલ ઠાકુર આખા શ્રીલંકા પ્રવાસમાંથી બહાર રહેશે.