મુંબઈ : ટીમ ઇન્ડિયાના હેડ કોચની પસંદગીની પ્રક્રિયા હજી લંબાય એવી પરિસ્થિતિ ઉભી થઈ છે. આ પદ માટે અરજી કરવાની છેલ્લી તારીખ જતી રહી છે અને બીસીસીઆઇ (BCCI) હવે ક્રિકેટ એડવાઇસરી કમિટી (CAC)ના રિપોર્ટની રાહ જોઈ રહી છે. હવે બીસીસીઆઇએ આ દિશામાં પગલું ભર્યું છે. બીસીસીઆઇના સીઇઓ રાહુલ જોહરીએ સીએસીને આ વિશે પત્ર લખીને કહ્યું છે કે રિપોર્ટ જલ્દી જમા કરાવવામાં આવે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીસીસીઆઈ સાથે સંકળાયેલી વ્યક્તિએ આ વાતની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે સીઈઓએ સીપીસીએ લખેલા પત્રમાં જણાવ્યું છે કે 'હિતોના ટકરાવ' વિશેનો રિપોર્ટ શક્ય એટલો જલ્દી જમા કરાવવામાં આવે જેથી ટીમ ઇન્ડિયાના કોચની પસંદગી પ્રક્રિયા શરૂ કરી શકાય. હકીકતમાં સમિતીના ત્રણેય સભ્યોને આ મામલે મેઇલ કરવામાં કરવામાં આવ્યો છે. આશા છે કે બહુ જલ્દી આ મામલે નિર્ણય લેવામાં આવશે. 


કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સ (CoA) દ્વારા બનાવવામાં આવેલી નવી ક્રિકેટ સલાહકાર સમિતીમાં કેપ્ટન કપિલ દેવ, ગાયકવાડ અને શાંતા રંગાસ્વામી શામેલ છે. આ પહેલાંની ક્રિકેટ એડવાઇસરી કમિટી સચિન તેન્ડુલકર, સૌરવ ગાંગુલી તેમજ વીવીએસ લક્ષ્મણની બનેલી હતી. આ કમિટીમાંથી તેન્ડુલકર અને લક્ષ્મણ પહેલાં જ રાજીનામું આપી ચૂક્યા છે પણ સૌરવ ગાંગુલી તરફથી કોઈ સુચના નથી મળી. આ સંજોગોમાં કોચની નિયુક્તિ માટે નવી ક્રિકેટ એડવાઇસરી કમિટી બનાવવાની જરૂર પડી હતી પણ હજી સુધી કપિલ, ગાયકવાડ તેમજ રંગાસ્વામીમાંથી કોઈએ હિતોના ટકરાવ વિશે કોઈ શપથપત્ર નથી આપ્યું. 


રમતજગતના સમાચાર જાણવા માટે કરો ક્લિક....