રાજસ્થાન રોયલ્સની IPL 2021 માટે દમદાર તૈયારી, શ્રીલંકાના આ દિગ્ગજને સોંપી મોટી જવાબદારી
શ્રીલંકાના દિગ્ગજ બેટ્સમેન કુમાર સાંગાકારાને આઈપીએલની ટીમ રાજસ્થાન રોયલ્સે આગામી સીઝન માટે ક્રિકેટ ડાયરેક્ટર બનાવ્યા છે.
નવી દિલ્હીઃ શ્રીલંકાના દિગ્ગજ બેટ્સમેન કુમાર સાંગાકારા (Kumar Sangakkara) ને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની ફ્રેન્ચાઇઝી રાજસ્થાન રોયલ્સ (RR) એ રવિવારે આગામી સીઝન માટે ડાયરેક્ટર બનાવ્યા છે. વર્તમાનમાં મેરિલબોન ક્રિકેટ ક્લબ (MCC) ના અધ્યક્ષ સાંગાકારાએ ફ્રેન્ચાઇઝી માટે મેદાનથી બહાર ક્રિકેટ સાથે જોડાયેલી તમામ જવાબદારી નિભાવવી પડશે.
તેમાં કોચિંગ માળખું, હરાજી યોજના, ટીમ રણનીતિ, ટેલેન્ટ સ્કાઉટ અને વિકાસ તથા નાગપુરમાં રોયલ્સ એકેડમીનો વિકાસ પણ સામેલ છે. સાંગાકારાએ કહ્યુ, 'વિશ્વની મોટી ટૂર્નામેન્ટમાં એક ફ્રેન્ચાઇઝીની ક્રિકેટ રણનીતિ તૈયાર કરવાની સાથે આઈપીએલ ટીમની ભવિષ્યની સફળતાનો પાયો તૈયાર કરવા માટે વિકાસ કાર્યક્રમો અને ક્રિકેટના પાયાના માળખાનું નિર્માણ કરવું એવી તક છે, જેણે મને ખરેખર પ્રેરિત કર્યો.'
IPL 2021: જાણો કઈ ટીમે ક્યા ખેલાડીઓને કર્યા રિલીઝ-રિટેઇન, જુઓ સંપૂર્ણ લિસ્ટ
ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથના સ્થાન પર ફ્રેન્ચાઇઝીએ નવા કેપ્ટન નિમણૂક કરેલા સંજૂ સેમનસે આ અનુભવી વિકેટકીપર-બેટ્સમેનને ડાયરેક્ટર બનાવવા પર ખુશી વ્યક્ત કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube