રાજસ્થાન રોયલ્સની જાહેરાત! અમે ભારતીય ખેલાડીઓની સાથે ટૂંકી IPL માટે તૈયાર
કોરોના વાયરસને કારણે વિશ્વભરમાં રમત ગતિવિધિઓ ઠપ્પ પડી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ આ ધનાઢ્ય લીગને લઈને હજુ સુધી કોઈ નિર્ણય કર્યો નથી.
નવી દિલ્હીઃ રાજસ્થાન રોયલ્સના સીઈઓ રંજીત બરઠાકુરે બુધવારે કહ્યું કે, આ મુશ્કેલ સમયમાં માત્ર ભારતીય ખેલાડીઓની સાથે ટૂંકી આઈપીએલ પણ સારી રહેશે. તેમણે સાથે ખુલાસો કર્યો કે લીગના ભાગ્યનો નિર્ણય 15 એપ્રિલ પહેલા કરવાની સંભાવના નથી.
કોરોના વાયરસને કારણે વિશ્વભરમાં રમત ગતિવિધિઓ ઠપ્પ પડી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ આ ધનાઢ્ય લીગને લઈને હજુ સુધી કોઈ નિર્ણય કર્યો નથી, જેને કોવિડ 19 મહામારી અને વિદેશી નાગરિકોના ભારતમાં લાગેલા પ્રવેશ પ્રતિબંધને જોતા ઓછામાં ઓછી 15 એપ્રિલ સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
પૂર્વ કાર્યક્રમ અનુસાર આ ટૂર્નામેન્ટ 29 માર્ચથી શરૂ થવાની હતી. બરઠાકુરે પીટીઆઈને કહ્યું, અમે માત્ર ભારતીય ખેલાડીઓની સાથે નાની ટૂર્નામેન્ટ માટે તૈયાર છીએ. આખરે આ છે તો ઈન્ડિયન પ્રીમિયર લીગ.
મહામારીને રોકવા માટે દેશબરમાં લૉકડાઉન છે અને વર્તમાન સ્થિતિને જોતા તેના આયોજનની સંભાવના લાગી રહી નથી. બીસીસીઆઈની પાસે પરંતુ કેટલિક દ્વિપક્ષીય સિરીઝને તિલાંજલી આપીને વર્ષના અંતમાં આઈપીએલનું આયોજન કરવાનો વિકલ્પ છે.
શાહિદ આફ્રિદી ફાઉન્ડેશનને સપોર્ટ કરી ફસાયા યુવરાજ અને હરભજન, લોકો કરી રહ્યાં છે ટ્રોલ
રોયલ્સના કાર્યકારી અધિકારીએ આશા વ્યક્ત કરી કે બીસીસીઆઈ ફ્રેન્ચાઇઝીના સર્વશ્રેષ્ઠ હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણય કરશે. તેમણે કહ્યું, આ અસાધારણ સમય છે અને સ્થિતિમાં સુધાર પર બીસીસીઆઈએ પોતાના તરફથી સર્વશ્રેષ્ઠ પ્રયાસ કરવા પડશે.
બરઠાકુરે કહ્યું, પહેલા અમે માત્ર ભારતીય ખેલાડીઓની આઈપીએલ વિશે વિચારી શકા નહતા, પરંતુ હવે ભારતમાં પર્યાપ્ત ખેલાડી છે. આઈપીએલ ન કરવાની જગ્યાએ માત્ર ભારતીય ખેલાડીની સાથે ટૂર્નામેન્ટનું આયોજન કરવું સારૂ રહેશે.
તેમણે કહ્યું, ટૂર્નામેન્ટનું આયોજન ક્યારે થઈ શકે છે તેનો નિર્ણય બીસીસીઆઈએ કરવાનો છે અને મારૂ માનવું છે કે આ નિર્ણય 15 એપ્રિલ બાદ લેવાવો જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube