ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓફ સ્પિનર શેન વોર્નના નિધનને એક મહિનો થવા આવ્યો છે. અને આજે 30 માર્ચના રોજ મેલબોર્નના ઐતિહાસિક મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં શેન વોર્ડને અંતિમ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. હજારો દર્શક, ક્રિકેટર અને અન્ય ક્ષેત્રોની હજારો હસ્તીઓ વચ્ચે શેન વોર્નને યાદ કરવામાં આવ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં વોર્નને શ્રદ્ધાંજલિ આપવા માટે દિગ્ગજ ક્રિકેટર આવ્યા. બ્રાઇન લારા, માર્ક ટેલર, એલન બોર્ડર, મર્વ હ્યૂઝ, નાસિર હુસૈન સહિત અન્ય ક્રિકેટર્સ અહીં પેનલમાં સામેલ હતા. જેમણે શેન વોર્ન સાથે જોડાયેલી અલગ-અલગ યાદો પર ચર્ચા કરી. 


ફક્ત ક્રિકેટર્સ જ નહી પરંતુ હોલીવુડના સ્ટાર્સ પણ અહીંન પહોંચ્યા. Kylie Minogue અને Hugh Jackman નો વીડિયો મેસેજ અહીંયા પ્લે કરવામાં આવ્યો, જેમાં બંનેએ પરફોર્મ કર્યું અને શેન વોર્નને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube