નવી દિલ્હી: મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રાજસ્થાન તરફથી જોસ બટલર અને દેવદત્ત પદ્દિકલે ધમાકેદાર ઇનિંગ્સની શરૂઆત કરી હતી. આ સિઝનમાં જોશ બટલર ખૂબ જ સારા ફોર્મમાં જોવા મળી રહ્યો છે અને તેનું શ્રેષ્ઠ ફોર્મ આ મેચમાં પણ જોવા મળ્યું હતું. બટલરે કોલકત્તા સામે પણ ફોમને જાળવી રાખ્યું છે. બટલરે પાવરપ્લેમાં જ ગગનચુંબી છગ્ગો ફટકાર્યો છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બટલરે ફટકાર્યો ગગનચુંબી છગ્ગો 
કોલકાતા નાઈટ રાઈડર્સના ફાસ્ટ બોલર ઉમેશ યાદવે આ સિઝનમાં સારી બોલિંગ કરી છે. બટલરે ઉમેશ યાદવની ઓવરના પહેલા બે બોલમાં ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા. આ સિક્સ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. આ સિક્સની લંબાઈ 100 મીટર હતી. બટલરે ઉમેશ યાદવના બોલ પર વાઈડ લોંગ-ઓન પર લેન્થ બોલ રમ્યો અને એક શાનદાર સિક્સ મારી અને એક જ ઓવરમાં બટલરે 16 રન બનાવ્યા. બટલરની સિક્સ જોવા માટે અહીં ક્લિક કરો.


અથિયા શેટ્ઠીએ કહ્યું 'તારી સાથે ગમે ત્યાં, હેપી બર્થ ડે'; કેએલ રાહુલે આપ્યું આ રિએક્શન


મામા સાથે લગ્ન કરવા માંગતી હતી સારા અલી ખાન, છેલ્લી ક્ષણે બધી બાજી બગડી


બટલર ઓરેન્જ કેપ માટેની રેસમાં આગળ
રાજસ્થાન રોયલ્સના સ્ટાર ઓપનર અને ઈંગ્લેન્ડના બેસ્ટમેન જોશ બટલર આ વર્ષે ઓરેન્જ કેપની રેસમાં આગળ છે. કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચ પહેલા બટલરે આ સિઝનમાં 5 મેચમાં 272 રન બનાવ્યા છે જેમાં એક સદી સામેલ છે. તે હાલમાં ઓરેન્જ કેપની યાદીમાં ટોચ પર છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube