નવી દિલ્હી: જાણિતા પત્રકાર અને દિલ્હી જિલ્લા ક્રિકેટ એસોસિએશન (DDCA)ના અધ્યક્ષ રજત શર્મા (Rajat Sharma)એ પોતાના પદેથી રાજીનામું આપ્યું છે. રજત શર્માએ સોશિયલ મીડિયા પર પોતાના રાજીનામાની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે પોતાના સિદ્ધાંતો, ઇમાનદારી અને પારદર્શિતાની સાથે કામ કરતાં ડીડીસીએનું કામ સંભાળવું શક્ય નથી એટલા માટે પદ છોડી રહ્યો છું. રજત શર્માએ કહ્યું કે કોઇપણ પ્રકારની બાંધછોડ કરવા માંગતો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સવા વર્ષમાં છોડ્યું પદ
રજત શર્માએ સવા પહેલાં જ યોજાયેલી ચૂંટણીમાં અડધાથી વધુ વોટ પ્રાપ્ત કરતાં અધ્યક્ષ પદ પ્રાપ્ત કર્યું હતું. આ ચૂંટણી બીસીસીઆઇના નવા સંવિધાનની જોગવાઇ હેઠળ યોજાઇ હતી, પરંતુ ઘણા લોકોએ આ ચૂંટણીને યોગ્ય ગણાવી ન હતી અને ફરીથી ચૂંટણી કરાવવાની માંગ કરી હતી. આ માંગની સાથે રજત શર્મા પર રાજીનામા માટે દબાણ નાખી રહી છે. 


રજત શર્માએ શું કહ્યું હતું પોતાના ટ્વિટમાં
રજત શર્માએ પોતાના ટ્વિટમાં જાણકારી આપતાં કહ્યું કે 'આજે હું ડીડીસીએના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી રહ્યો છું અને તેને એપેક્સ કાઉન્સિલને મોકલી દીધું. મને સમર્થન અને સન્માન આપવા બદલ તમારા બધાનો આભાર વ્યક્ત કર્યું છું. દિલ્હી ક્રિકેટને શુભેચ્છાઓ.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube