નવી દિલ્હીઃ પ્રસિદ્ધ પત્રકાર રજત શર્માએ ડીડીસીએ અધ્યક્ષ પદ્દની ચૂંટણી જીતી લીધી છે. રજત શર્માએ ગત બુધવારે થયેલા મતદાનમાં 54.50 ટકા મત મેળવીને ઐતિહાસિક જીત મેળવી. શર્માએ પોતાની હરીફ પૂર્વ ક્રિકેટર મદદનલાલને હરાવ્યા. મદદલાલના ગ્રુપને સીકે ખન્ના અને ચેતન ચૌહાણના સમર્થકોનું સમર્થન હાસિલ હતું. મદનલાલ સિવાય વકીલ વિકાસ સિંહ પણ અધ્યક્ષ પદના દાવેદાર હતા. રજત શર્માને ડીડીસીએના પૂર્વ અધ્યક્ષ સ્નેહ બંસલ અને ડીડીસીએના પૂર્વ પદાધિકારી અને વર્તમાનમાં ભારતીય ઓલંમ્પિક સંઘના અધ્યક્ષ નરિંદર બત્રાનું સમર્થન હતું. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પદ્મ ભૂષણ પુરસ્કાર વિજેતા શર્મા હિન્દી સમાચાર ચેનલ ઈન્ડિયા ટીવીના ચેપમેન અને મુખ્ય એડિટર છે. ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ તેમણે ટ્વીટ કરીને તમામનો આભાર માન્યો. તેમણે લખ્યું, હું ડીડીસીએના તમામ સભ્યોનો આભાર માનું છું, જેઓએ મારા પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને મત આપ્યા. હું હવે તમામ સભ્યોને પોતાની સાથે આવીને ડીડીસીએના ભલા માટે કામ કરવા નિમંત્રણ આપું છું. 



આ સિવાય રાકેશ કુમાર બંસલે 48.87 ટકા મત મેળવીને ઉપાધ્યક્ષ પદની ચૂંટણી જીતી. આ પદ માટે ગત બુધવાર 27 જૂને મતદાન થયું હતું. મતદાનની પ્રક્રિયા ચાર દિવસ સુધી ચાલી હતી જેમાં 72 ટકા મતદાન થયું હતું. આ ચૂંટણીમાં પ્રથમવાર ઈવીએમનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. ડીડીસીએના કુલ 3828 માન્યતા પ્રાપ્ત સભ્યોમાંથી 2791 સભ્યોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ પ્રથમ અવસર છે કે ડીડીસીએનું મતદાન વિવાદિત પ્રોક્સી વોટિંગ સિસ્ટમ વગર સંપન્ન થયું. આ સિસ્ટમને ડીડીસીએમાં વ્યાપક ભ્રષ્ટાચારના મૂળના રૂપમાં જોવામાં આવે છે. મતદાનમાં ગૌતમ ગંભીર, વીરેન્દ્ર સહેવાગ સહિત ઘણા ક્રિકેટરોએ મતદાન કર્યું હતું. બીસીસીઆઈના કોષાધ્યક્ષ અનિરુદ્ધ ચૌધરી અને આઈપીએલ કમિશનર રાજીવ શુક્લાએ પણ મતદાન કર્યું હતું.