15 ફેબ્રુઆરીએ શરૂ થનારી ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ ટેસ્ટની પૂર્વ સંધ્યા પર રાજકોટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ (ખંઢેરી સ્ટેડિયમ)નું નામ બદલાઈ જશે. બીસીસીઆઈના સચિવ જય શાહ તેનું અનાવરણ કરશે. પૂર્વ પ્રથમ શ્રેણીના ક્રિકેટર અને અનુભવી પ્રશાસન નિરંજન શાહના નામ પર સ્ટેડિયમનું નવું નામ રાખવામાં આવશે. સમારોહનું આયોજન 14મી ફેબ્રુઆરીએ સાંજે કરવામાં આવ્યું હોવાનું કહેવાયું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના સચિવ જય શાહ નવા નામ નિરંજન શાહ સ્ટેડિયમનું અનાવરણ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા થયેલી જાહેરાત મુજબ ખંઢેરી સ્ટેડિયમનું નવું નામ હવે નિરંજન શાહ સ્ટેડિયમ રાખવામાં આવશે. જે દિવસે સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે તે દિવસે બંને ટીમના ખેલાડીઓ પ્રેક્ટીસ સેશનમાં ભાગ લેશે. અત્રે જણાવવાનું કે 76 વર્ષના નિરંજન શાહે 1965/66 અને 1975/76 વચ્ચે સૌરાષ્ટ્ર માટે 12 ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ ખેલ્યા અને લગભગ 40 વર્ષ સુધી એસસીએ (સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન)ના સચિવ રહ્યા. તેઓ એક સમયે બીસીસીઆઈના સચિવ પદે પણ રહ્યા હતા. તેઓ રાષ્ટ્રીય ક્રિકટે એકેડેમી (એનસીએ)ના અધ્યક્ષ તરીકે પણ કાર્ય કરી ચૂક્યા છે. આ રીતે તેઓ એક કુશળ પ્રશાસક કહેવાય છે. 


સ્ટેડિયમનું નામ બદલવાનો પ્રસ્તાવ ગત વર્ષ ઓક્ટોબરમાં એસસીએની વાર્ષિક બેઠકમાં રજૂ કરાયો હતો. તેને સર્વસંમતિથી સ્વીકારી લેવાયો. નિરંજન શાહના પુત્ર જયદેવ શાહ કે જેઓ ભૂતકાળમાં આઈપીએલની ટીમોનો પણ ભાગ રહી ચૂક્યા છે અને હાલમાં એસસીએના અધ્યક્ષ છે. ખંઢેરીમાં બનેલા આ સ્ટેડિયમે પહેલીવાર 2013માં એક આંતરરાષ્ટ્રીય મેચની મેજબાની કરી હતી. તે સમયે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ રમાઈ હતી. જો કે આ વનડે મેચ હતી. ત્રણ વર્ષ બાદ 2016માં આ જ બંને ટીમો વચ્ચે આ સ્ટેડિયમમાં પેહીલ ટેસ્ટ મેચ રમાઈ હતી. આયોજન સ્થળનું મીડિયા બોક્સ મુખ્ય આકર્ષણ છે. કારણ કે તે લંડનના લોર્ડ્સ સ્ટેડિયમ જેવું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube