નવી દિલ્હીઃ કેન્દ્રીય ખેલ મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે દેશમાં ફિટનેશને મહત્વ આપવા માટે અનોખી રીતે સોસિયલ મીડિયાનો સહારો લીધો છે. રાઠોડે કસરત કરતો પોતાનો એક વીડિયો ટ્વીટર પર શેર કર્યો છે. તેમણે ફિલ્મસ્ટાર રિતિક રોશન, ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલને ચેલેન્જ કરતા આ મુહિમમાં સામેલ થવાની અપીલ કરી છે. રાઠોડની આ પહેલની પ્રશંસા થઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગત વર્ષે ખેલ મંત્રી બનેલા રાઠોડે વીડિયોમાં વડાપ્રધાન મોદીની ઉર્જાથી પ્રભાવિત થવાની વાત કરી છે. તે કહે છે કે પીએમ દિવસ-રાત કામ કરે છે અને ઈચ્છે છે કે ભારત ફિટ રહે. તે પોતાના કામમાં વ્યાયમ સામેલ કરવાની વાત કરે છે અને લોકોને તેમના ફિટનેસ મંત્ર શેર કરવાની વાત કરે છે. 


આ માટે રાઠોડ લોકોને વ્યાયામ કરતા પોતાના વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનું કહે છે. વીડિયોમાં તે ઓફિસમાં જ પુશ અપ્સ કરતા દેખાઈ છે. રાઠોડે આ વીડિયોના માધ્યમથી લોકોને ફિટનેસ પ્રત્યે લોકોને જાગરૂત કરતા અમે ફિટ તો ઈન્ડિયા ફિટનું સ્લોગન આપ્યું છે. 



ટ્વીટ કરતા તેમણે આ મુહિમમાં રિતિક, સાઇના અને કોહલીને નોમિનેટ કર્યા છે. લોકો સોશિયલ મીડિયા પર ન માત્ર રાઠોડની આ મુહિમની સરાહના કરી રહ્યાં છે પરંતુ તેની સાથે ફોટો અને વીડિયો શેર કરી રહ્યાં છે. રાજ્યવર્ધન સિંહ રાઠોડ પણ એક ખેલાડી રહી ચૂક્યા છે અને ઓલંમ્પિકમાં દેશને મેડલ અપાવી ચૂક્યા છે. તેવામાં તેમના તરફથી મુહિમની શરૂઆત કરવાનો એક પ્રભાવ હોઈ શકે છે.