નવી દિલ્હીઃ પૂર્વ ટેસ્ટ સ્પિન બોલર રમેશ પોવારને ભારતીય મહિલા ક્રિકેટ ટીમના મુખ્ય કોચ નિયુક્ત કરવામાં આવ્યા છે. કોચ તુષાર અરોઠેના રાજીનામા બાદ પોવાર ટીમના અંતરિમ કોચ હતા. હવે તેને પૂર્ણ રૂપથી ટીમની જવાબદારી સોંપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ મંગળવારે પોવારના નામથી પુષ્ટિ કરી. 40 વર્ષીય પોવાર 30 નવેમ્બર 2018 સુધી ટીમના કોચ પદ પર રહેશે. 


પોવારના માર્ગદર્શનમાં ટીમ સપ્ટેમ્બરમાં શ્રીલંકાના પ્રવાસે જશે અને પછી ઓક્ટોબરમાં વેસ્ટઈન્ડિઝની સાથે દ્વિપક્ષીય શ્રેણી રમશે. નવેમ્બરમાં ટીમ વેસ્ટઇન્ડિઝમાં યોજાનારી મહિલા ટી-20 વિશ્વકપમાં ભાગ લેશે. 


ભારત માટે 31 વનડે અને 2 ટેસ્ટ મેચ રમી ચુકેલા પોવાર પર ટીમને આગળ લઈ જવાની મોટી જવાબદારી છે. તેને ગત વર્ષે ટીમને મહિલા વિશ્વ કપના ફાઇનલમાં પહોંચાડનાર કોચ તુષારના સ્થાન પર પસંદ કરવામાં આવ્યા છે. 


થોડા દિવસો પહેલા ટીમના આંતરિક વિવાદને કારણે તુષારે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. હાલમાં આ પદ માટે બીસીસીઆઈએ અરજી મંગાવી હતી, જેમાં પોવારે પણ અરજી કરી હતી. 


સર્વોચ્ચ ન્યાયાલયના નિર્દેશો અનુસાર હવે માત્ર ક્રિકેટ સલાહકાર સમિતિ (સીએસી) જ લાંબા સમયે કે પૂર્ણકાલિન કોચની નિમણૂક કરી શકે છે. છેલ્લા દોઢ વર્ષમાં પોવારે મહિલા ટીમ સાથે જોડાયેલા ત્રીજા કોચ છે. અરોઠે પહેલા આ પદ પર પૂર્ણિમા રાવ હતી, જેને 2017માં મહિલા વિશ્વ કપના થોડા મહિના પહેલા હટાવી દેવામાં આવી હતી.