ભોપાલઃ સોશિયલ મીડિયાના માધ્યમથી ચર્ચામાં આવનાર મધ્યપ્રદેશના દોડવીર રામેશ્વર ગુર્જરે સોમવારે પોતાની દોડની ટેસ્ટ આપી હતી. રામેશ્વરે ભોપાલના ટીટી નગર સ્ટેડિયમમાં પોતાની પ્રથમ ટ્રાયલ આપી હતી. પરંતુ ગુર્જર પોતાની આ ટેસ્ટમાં લય ન દેખાડી શક્યો, જેના કારણે તે ચર્ચામાં આવ્યો હતો. ખેલ પ્રધાન કિરણ રિજિજૂએ ટ્વીટ કરીને સ્વીકાર્યું કે, ચર્ચામાં આવવાને કારણે તેના પર દબાવ એટલો વધી ગયો કે તે પ્રદર્શન કરી શક્યો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેલ પ્રધાન કિરણ રિજિજૂએ રામેશ્વર ગુર્જરના ટ્રાયલનો વીડિયો પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આ પોસ્ટ કરતા જાણકારી આપી છે. ખેલ પ્રધાને લખ્યું, 'રામેશ્વર ગુર્જરની ટ્રાયલનું ટીવી નગર સ્ટેડિયમમાં આયોજન થયું, જ્યાં સાઈ અને રાજ્ય સરકારના કોચ હાજર હતા, રામેશ્વર વીડિયોમાં સૌથી ડાબી (લેન 9)મા દોડી રહ્યો છે. ચર્ચામાં આવવાને કારણે તેના પ્રદર્શન પર એટલો દબાવ હતો કે તે સારૂ પ્રદર્શન કરી શક્યો નથી. અમે તેને પૂરતો સમય અને ટ્રેનિંગ આપીશું.'

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરાટ કોહલીના 11 વર્ષ, જુઓ તેના 11 ખાસ રેકોર્ડ્સ


ગુર્જર તે સમયે ચર્ચામાં આવ્યો જ્યારે મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે તેનો એક વીડિયો ટ્વીટ કરતા ખેલ પ્રધાનને તેની મદદ કરવાનું કહ્યું હતું. વીડિયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ગુર્જરે 11 સેકન્ડમાં 100 મીટરની દોડ પૂરી કરી હતી. 


ત્યારબાદ ખેલ પ્રધાને તેને મદદનું આશ્વાસન આપ્યું અને તેને સાઈ કેન્દ્ર પર ટ્રેનિંગ માટે બોલાવવામાં આવ્યો હતો. આ કડીમાં ગુર્જરે આજે પોતાની પ્રથમ ટ્રાયલ આપી હતી.