રાની રામપાલને `વર્લ્ડ ગેમ્સ એથલીટ ઓફ ધ યર` પુરસ્કાર
ભારતીય મહિલા હોકી ટીમની કેપ્ટન રાની રામપાલ ગુરૂવારે વિશ્વની પ્રથમ હોકી ખેલાડી બની ગઈ જેણે પ્રતિષ્ઠિત `વર્લ્ડ ગેમ્સ એથલીટ ઓફ ધ યર` પુરસ્કાર જીત્યો છે.
નવી દિલ્હીઃ ભારતીય મહિલા ટીમની કેપ્ટન રાની રામપાલ ગુરૂવારે વિશ્વની પ્રથમ હોકી ખેલાડી બની ગઈ જેણે પ્રતિષ્ઠિત 'વર્લ્ડ ગેમ્સ એથલીટ ઓફ ધ યર' પુરસ્કાર જીત્યો છે. 'ધ વર્લ્ડ ગેમ્સ'એ વિશ્વભરના ખેલ પ્રેમિઓ દ્વારા 20 દિવસના મતદાન બાદ ગુરૂવારે વિજેતાની જાહેરાત કરી હતી.
તેણે નિવેદનમાં કહ્યું, 'ભારતીય હોકી ટીમની સુપરસ્ટાર રાની 'વર્લ્ડ ગેમ્સ એથલીટ ઓફ ધ યર 2019' છે'. તેમાં કહેવામાં આવ્યું છે, 'રાની 199,477 મતોથી પ્રભાવશાળી સંખ્યાની સાથે વર્ષની ખેલાડી બનવાની રેસમાં સ્પષ્ટ વિજેતાના રૂપમાં ઉભરી છે. તેમાં જાન્યુઆરીમાં 20 ગિવસમાં વિશ્વભરના રમત પ્રેમીઓએ પોતાના પસંદગીના ખેલાડી માટે મતદાન કર્યું હતું. આ દરમિયાન કુલ 705,610 મત પડ્યા હતા.'
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube