રાજકોટ: ભારતીય ટેસ્ટના નિયમિત સભ્ય રવિન્દ્ર જાડેજાએ રણજી ટ્રોફીમાં ગ્રુપ-એની મેચમાં શાનદાર સદી(નોટ આઉટ 178) ફટકારીને સોરાષ્ટ્રને રેલવે પર 144 રનની લીડ અપાવી દીધી છે. સૌરાષ્ટ્રે મેચના બીજા દિવસે મંગળવારે અંત સુધીમાં આઠ વિકેટના નુકશાન પર 344 રન કર્યા હતા. સાથે જ રલવેએ તેની પહેલી ઇનિંગમાં 200રનમાં જ ઓલઆઉટ થઇ હતી. તેની વહેલી ઓલઆઉટ કરવામાં પણ ચાર વિકેટ ઝડપીને મહત્વની ભૂમિકા ભજવી હતી. જાડેજાએ અત્યાર સુધીમાં તેના નોટઆઉટ રહીને 326 બોલ રમ્યા છે. અને 16 ફોર સિવાય 4 સિક્સ પણ મારી છે. જાડેજા અને કમલેશ મકવાણા(62)એ સારો સાથ આપ્યો હતો. બંન્ને એ આઠમી વિકેટ માટે 171 રનની ભાગીદારી કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મકવાણના આઉટ થતા જ દિવસની રમત પૂ્ર્ણ કરી દેવામાં આવ્યો હતો. તેમણે ઇનિંગમાં 163 બોલમાં 9 ચોકા અને એક છક્કો માર્યો હતો. મહત્વનું છે, તકે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેડાએ તેના ધરેલૂ મેદાનમાં એસસીએ સ્ટેડિયમ સાથે તેનો વર્ષોથી તેનો પ્રેમ મેદાન પર સદી ફટકારીને દેખાડી દીધો હતો.



રણજી ટ્રોફીમાં ત્રણ ત્રિપલ શદી મારી ચૂકેલો જાડેજા અત્યારે 178 રન બનાવીને રમી રહ્યો છે, જાડેજાની આ ઇનિંગ એટલા માટે મહત્વ પૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તે જ્યારે મેદાને આવ્યો ત્યારે સૌરાષ્ટ્રની ચાર વિકેટે 32 રનના સ્કોર પર સંધર્ષ કરી રહી હતી. જાડેજાએ સવારે 33 રનથી ઇનિંગ શરૂ કરી હતી. આ તેનુ પ્રથમ શ્રેણીમાં 10મી અને રણજી ટ્રોફીમાં 8મી સદી છે. 


સૌરાષ્ટ્રનો કેપ્ટન જયદેવ શાહ(25), અર્પિત બાસવદા (12) અને પ્રેરક માંકડ(28)ની વિકેટ વહેલ તકે ગુમાવી લીધા હતા. પરંતુ જાડેજાએ એક ભાગ સંભાળીને રાખ્યો અને મકવાણા સાથે સારી ભાગીદારી જોવા મળી હતી.