બેંગલુરૂઃ સૌરાષ્ટ્રની ટીમ રણજી ટ્રોફી 2018-2019ના ફાઇનલમાં પહોંચવાથી માત્ર 55 રન દૂર છે. કર્ણાટક વિરુદ્ધ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચમાં જીત માટે 279 રનના લક્ષ્યનો પીછો કરતા સૌરાષ્ટ્રએ ચોથા દિવસની રમતના અંતે 3 વિકેટના નુકસાન પર 224 રન બનાવી લીધા છે. જીત માટે હવે તેને માત્ર 55 રનની જરૂર છે. ચેતેશ્વર પૂજારા 110 અને શેલ્ડન જેક્સન 90 રન બનાવી બેટિંગ કરી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલા ગઈકાલના સ્કોર 237/8થી આગળ રમતા કર્ણાટકની ટીમ માત્ર 2 રન જોડીને બીજી ઈનિંગમાં 239 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રેયસ ગોપાલે સૌથી વધુ 61 રન બનાવ્યા અને મયંક અગ્રવાલે 46 રનની ઈનિંગ રમી હતી. સૌરાષ્ટ્ર તરફથી ધર્મેન્દ્ર સિંહ જાડેજાએ સૌથી વધુ 5 વિકેટ ઝડપી હતી. આ રીતે સૌરાષ્ટ્રને જીત માટે 279 રનનો લક્ષ્ય મળ્યો હતો. 


બીજી ઈનિંગમાં બેટિંગ કરવા ઉતરેલી સૌરાષ્ટ્રની શરૂઆત ખરાબ રહી હતી અને ટીમે માત્ર 23 રનમાં પોતાની 3 વિકેટ ગુમાવી દીધી હતી. સ્નેલ પટેલ અને વિશ્વરાજ જાડેજા ખાતુ ખોલાવ્યા વિના આઉટ થયા હતા. અહીંથી લાગતું હતું કે, કર્ણાટકની ટીમ સૌરાષ્ટ્ર પર ભારે પડશે પરંતુ પૂજારા અને જેક્સનની ચોથી વિકેટ માટે 201 રનની અણનમ ભાગીદારી કરીને તેની આશા પર પાણી ફેરવી દીધું હતું. 



AUS OPEN: નડાલને હરાવી જોકોવિચ બન્યો ચેમ્પિયન, સાતમી વખત જીત્યું ઓસ્ટ્રેલિયન ઓપનનું ટાઇટલ 
 


સૌરાષ્ટ્રને જીત માટે 55 રનની જરૂર છે અને તેની 7 વિકેટ બાકી છે. આ સિવાય ચેતેશ્વર પૂજારા ક્રિઝ પર છે. તે 108 અને જેક્સન 90 રન બનાવી બેટિંગ કરી રહ્યો છે. અંતિમ દિવસે સૌરાષ્ટ્ર માત્ર 55 રન બનાવી રણજી ટ્રોફીના ફાઇનલમાં પ્રવેશ કરી લેશે. આ મેચમાં વિજેતા ટીમ ફાઇનલમાં વિદર્ભ સામે ટકરાશે. 


સંક્ષિપ્ત સ્કોર
કર્ણાટકઃ 275, 239


સૌરાષ્ટ્રઃ 236, 224/3