રણજી ટ્રોફીઃ ગૌતમ ગંભીરે દિલ્હીની કેપ્ટનશિપ છોડી, નીતિશ રાણા સંભાળશે સુકાન
ગૌતમ ગંભીરે સોમવારે દિલ્હીની રણજી ટીમનું સુકાન છોડવાની જાહેરાત કરી. તેના સ્થાન પર નીતિશ રાણાને આ જવાબદારી સોંપવામાં આવી છે.
નવી દિલ્હીઃ ગૌતમ ગંભીરે સોમવારે દિલ્હીની રણજી ટીમની કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કરી છે. તેના સ્થાન પર નીતીશ રાણાને આ જવાબદારી આપવામાં આવી છે. તો ધ્રુવ શોરેને વાઇસ કેપ્ટન નિયુક્ત કરવામાં આવ્યો છે. ગંભીરે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેણે લખ્યું, હવે કોઈ યુવાને કેપ્ટન બનાવવાનો સમય આવી ગયો છે અને તેથી ડીડીસીએના પસંદગીકારોને આગ્રહ કર્યો કે તે આ ભૂમિકા માટે મારા નામ પર વિચાર નહીં કરે. હું મેચ જીતવા માટે પાછળથી નવા કેપ્ટનની મદદ કરીશ.
24 વર્ષનો રાણા મીડલઓર્ડર બેટ્સમેન છે જેણે અત્યાર સુધી 24 પ્રથમ શ્રેણીની મેચોમાં 46.29ની એવરેજથી રન બનાવ્યા છે. દિલ્હી તથા જિલ્લા ક્રિકેટ એસોસિએશન (ડીડીસીએ)ના એક વરિષ્ઠ અધિકારીએ આ જાણકારી આપી, ગૌતમે રાજ્ય ટીમના મુખ્ય પસંદગીકાર અમિત ભંડારીને જણાવ્યું કે, તે કેપ્ટનશિપ છોડવા ઈચ્છે છે. તેણે કોઈ યુવા ખેલાડીને આ જવાબદારી સોંપવા માટે કહ્યું છે. નીતીશ રાણા ટીમની આગેવાની કરશે, જ્યારે ધ્રુવ શોરે તેની સાથે વાઇસ કેપ્ટન હશે.
મહત્વનું છે કે, દિલ્હીની ટીમ પોતાનો પ્રથમ મેચ 12 નવેમ્બરથી ફિરોઝશાહ કોટલામાં રમશે. ગંભીરને સિઝન શરૂ થતા દિલ્હીનો કેપ્ટન નિયુક્ત કરવામાં આવ્યો હતો. તેની આગેવાનીમાં ટીમે વિજય હજારેના ફાઇનલમાં જગ્યા બનાવી અને તેણે આશરે 500 રન બનાવ્યા હતા. જાણવા મળ્યું કે, 37 વર્ષીય ગંભીરે તેથી આગળ કેપ્ટન પદે ન બન્યા રહેવાનો નિર્ણય લીધો કારણ કે તે સ્પષ્ટ નથી કે તે આ સિઝનમાં તમામ મેચ રમશે. ગંભીરનો સુકાન છોડવાનો નિર્ણય તે વાતનો પણ સંકેત આપે છે કે, તે લાંબો સમય સ્પર્ધાત્મક ક્રિકેટમાં રમશે નહીં. પરંતુ ધવન અને રિષભ પંતની ગેરહાજરીમાં દિલ્હીને ગંભીરની જરૂર પડશે.