ભારતમાં રણજી ટ્રોફીની સીઝન ચાલુ છે. જેના એલીટ ગ્રુપ-એની મેચમાં એક ગજબ નજારો જોવા મળ્યો. 10 બેટ્સમેન માત્ર 20 રનની અંદર આઉટ થઈને પેવેલિયન ભેગા થયા. જેમાંથી 5નું તો ખાતું પણ ન ખુલ્યું. જ્યારે કુલ 9 બેટ્સમેન બેકી આંકડો પણ સ્પર્શી શક્યા નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

73માં ઓલઆઉટ
વાત જાણે એમ છે કે આ મેચ મેઘાલય અને જમ્મુ અને કાશ્મીરની ટીમો વચ્ચે રમાઈ રહી છે. જેની પહેલી ઈનિંગમાં મેઘાલયના હાલ હવાલ થઈ ગયા અને ટીમ માત્ર 73 રન પર ઓલઆઉટ થઈ ગઈ. આ મેચમાં મેઘાલયની ટીમને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ મળ્યું. ત્યારબાદ તેની બેટિંગ તો પત્તાના મહેલની જેમ કડડભૂસ થઈ. ઓપનર  બામનભા શાંગપ્લિયાંગ અને અર્પિત ભટેવરાએ ટીમને સારી શરૂઆત અપાવી હતી અને પહેલી વિકેટ માટે 53 રન જોડ્યા. આ સ્કોર પર બામનભા (21)ના સ્વરૂપમાં ટીમને પહેલો  ઝટકો મળ્યો હતો. ત્યારબાદ અર્પિત (23) પણ પેવેલિયન પાછો ફર્યો અને બસ અહીંથી મેઘાલયની ઈનિંગ લથડિયા ખાવા લાગી અને આખી ટીમ પછી તો 73 રન પર સમેટાઈ ગઈ. 


20 રનની અંદર 10 બેટર્સ આઉટ
મેઘાલયને પહેલો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે તેનો સ્કોર 53 રન હતો. બીજા 20 રન થતા સુધીમાં તો ટીમના 20 બેટર્સ પેવેલિયન ભેગા થઈ ગયા હતા. મેઘાલયના 5 બેટર્સનું તો ખાતું પણ ખુલ્યું નહીં. જમ્મુ કાશ્મીર તરફથી ઔકિબ નબી અને આબિદ મુસ્તાકે કહેર વર્તાવતા પંજો ખોલ્યો અને 5-5 વિકેટ લીધી. 


જમ્મુ કાશ્મીરની ટીમ પણ લથડિયા ખાવા લાગી
મેઘાલયની બેટિંગ કોલોપ્સ થયા બાદ જમ્મુ કાશ્મીરનો વારો આવ્યો અને તેની ટીમ પણ લથડિયા ખાવા લાગી. દિવસની રમત પૂરી થઈ ત્યારે 7 બેટ્સમેન માત્ર 125 રનના સ્કોર પર આઉટ થઈ ગયા.