વિકેટકીપર પાર્થિવ પટેલે રચ્યો ઈતિહાસ, રણજી ક્રિકેટમાં બનાવ્યો રેકોર્ડ
ગુજરાત ક્રિકેટ ટીમના કેપ્ટન પાર્થિવ પટેલે રણજી ટ્રોફી ટૂર્નામેન્ટમાં સોમવારે એક મોટી સિદ્ધિ મેળવી હતી. વિદર્ભ વિરુદ્ધ મેદાનમાં ઉતરવાની સાથે પાર્થિવે ગુજરાત તરફથી 100 રણજી મેચ રમવાનો રેકોર્ડ બનાવ્યો હતો.
અમદાવાદઃ ભારતીય ક્રિકેટ ઈતિહાસના સૌથી યુવા વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલે રણજી ટ્રોફીમાં વધુ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. પાર્થિવ ગુજરાત ક્રિકેટ ટીમ તરફથી 100 રણજી મેચ રમનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. તેણે સોમવારે વિદર્ભની ટીમ વિરુદ્ધ મેદાનમાં ઉતરતા આ સિદ્ધિ હાસિલ કરી છે.
ગુજરાત ક્રિકેટ ટીમના કેપ્ટન પાર્થિવ પટેલે રણજી ટ્રોફી ટૂર્નામેન્ટમાં સોમવારે એક મોટી સિદ્ધિ મેળવી હતી. વિદર્ભ વિરુદ્ધ મેદાનમાં ઉતરવાની સાથે પાર્થિવે ગુજરાત તરફથી 100 રણજી મેચ રમવાનો રેકોર્ડ બનાવ્યો હતો. પાર્થિવ હવે ગુજરાત તરફથી સૌથી પહેલા 100 રણજી મેચ રમનાર ખેલાડી બની ગયો છે.
પાર્થિવે બનાવ્યો 100 રણજી રમવાનો રેકોર્ડ
ગુજરાતની ટીમ તરફથી પહેલીવાર વર્ષ 2004માં રણજી ટ્રોફી મેચ રમનાર પાર્થિવે 100 મેચ પૂરી કરી છે. વર્ષ 2006થી તેને ગુજરાતની રણજી ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો અને અત્યાર સુધી આ ભૂમિકા નિભાવી રહ્યો છે. વર્ષ 2017માં ગુજરાતની ટીમે પાર્થિવની આગેવાનીમાં પ્રથમવાર રણજી ટ્રોફીનું ટાઇટલ જીત્યું હતું.
IPL 2020: અમદાવાદ નહીં મુંબઈમાં જ રમાશે ફાઇનલઃ સૌરવ ગાંગુલી
પાર્થિવનું ફર્સ્ટ ક્લાસ કરિયર
હવે આ વિકેટકીપર-બેટ્સમેને 190 ફર્સ્ટક્લાસ મુકાબલા રમ્યા છે, જેમાં તેણે 10 હજારથી વધુ રન બનાવ્યા છે. પાર્થિવે 42.81ની એવરેજથી 26 સદી ફટકારતા કુલ 10832 ફર્સ્ટક્લાસ રન બનાવ્યા છે.
પ્રથમ દિવસે ગુજરાતનો દબદબો
વિદર્ભ વિરુદ્ધ પ્રથમ દિવસની રમતમાં ગુજરાતની ટીમનો દબદબો જોવા મળ્યો હતો. ટોસ હાર્યા બાદ બોલિંગ કરતા ગુજરાતે વિદર્ભની ટીમને પ્રથમ ઈનિંગમાં માત્ર 142 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. સિદ્ધાર્થ દેસાઈએ 40 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. દિવસની રમત પૂરી થવા સુધી ગુજરાતે 1 વિકેટના નુકસાન પર 88 રન બનાવી લીધા છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube