કોરોનાની અસર, BCCI એ રણજી ટ્રોફી, સીકે નાયડૂ ટ્રોફી અને મહિલા ટી20 લીગને કરી સ્થગિત
દેશમાં ફરી કોરોના વાયરસના નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ત્રણ ડોમેસ્ટિક ટૂર્નામેન્ટને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.
નવી દિલ્હીઃ રણજી ટ્રોફી 2022 (Ranji Trophy 2022) શરૂ થતાં પહેલા જ તેના સ્થગિત કરી દેવામાં આવી છે. અનેક ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવ્યા બાદ ટૂર્નામેન્ટ સ્થગિત કરી દેવામાં આવી છે. હવે રણજી ટ્રોફી 13 જાન્યુઆરીથી શરૂ થશે નહીં. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ રણજી ટ્રોફી સિવાય તમામ ડોમેસ્ટિક ટૂર્નામેન્ટને હાલ તત્કાલ પ્રભાવથી રોકી દીધી છે. પરંતુ બોર્ડે કૂચ બિહાર અન્ડર-19 ના નોકઆઉટ મુકાબલાને નક્કી કાર્યક્રમ પ્રમાણે યથાવત રાખવાનો નિર્ણય લીધો છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) મંગળવારે એક નિવેદનમાં કહ્યું કે, દેશમાં વધતા કોવિડ-19 કેસને ધ્યાનમાં રાખી 2021-2022 સીઝન માટે રણજી ટ્રોફી, કર્નલ સીકે નાયડૂ ટ્રોફી અને સીનિયર મહિલા ટી20 લીગને સ્થગિત કરી દીધી છે. રણજી ટ્રોફી અને કર્નલ નાયડૂ ટ્રોફી પણ આ મહિને શરૂ થવાની હતી, જ્યારે સીનિયર મહિલા ટી20 લીગ ફેબ્રુઆરીમાં શરૂ થવાની હતી.
IND vs SA: જોહનિસબર્ગ ટેસ્ટ બની રોમાંચક, બીજી ઈનિંગમાં ભારત 85-2, કુલ લીડ 58 રન
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube