અફઘાન સ્પિનર Rashid Khan એ રચ્યો ઈતિહાસ, 21મી સદીમાં બનાવ્યો મોટો રેકોર્ડ
અફઘાન સ્પિનર રાશિદ ખાન (Rashid Khan) એ રવિવારે એક નવી સિદ્ધિ મેળવી છે. તે 21મી સદીમાં એક ટેસ્ટ મેચમાં સૌથી વધુ ઓવર ફેંકવાનો રેકોર્ડ બનાવનાર પ્રથમ બોલર બની ગયો છે.
દુબઈઃ અફઘાન સ્પિનર રાશિદ ખાન (Rashid Khan) એ રવિવારે એક નવી સિદ્ધિ મેળવી છે. તે 21મી સદીમાં એક ટેસ્ટ મેચમાં સૌથી વધુ ઓવર ફેંકવાનો રેકોર્ડ બનાવનાર પ્રથમ બોલર બની ગયો છે. આ બોલરે અફઘાનિસ્તાન અને ઝિમ્બાબ્વે (AFG vs ZIM) વચ્ચે બીજી ટેસ્ટમાં 99.2 ઓવર બોલિંગ કરી.
રાશિદનો કમાલ
રાશિદ ખાન (Rashid Khan) એ પ્રથમ ઈનિંગમાં 36.3 ઓવર દરમિયાન 138 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. આ મેચની બીજી ઈનિંગમાં તેણે 62.5 ઓવર ફેંકી અને 137 રન આપી સાત વિકેટ લીધી હતી. આ સિવાય તેણે પ્રથમ અને બીજી ઈનિંગમાં ક્રમશઃ 3 અને 17 ઓવર મેડન ફેંકી હતી.
આ પણ વાંચોઃ Vijay Hazare Trophy: પૃથ્વી શોની આગેવાનીમાં મુંબઈ બન્યું ચેમ્પિયન, આદિત્ય તારેએ ફટકારી સદી
મુરલીધરનનો કરિશ્મા
વર્ષ 1998માં શ્રીલંકા (Sri Lanka) ના મહાન બોલર મુથૈયા મુરલીધરન (Muttiah Muralitharan) એ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઓવલમાં રમાયેલી ટેસ્ટમાં 113.5 ઓવર ફેંકી હતી. વેસ્ટ ઈન્ડિઝના સોની રામાધીને (Sonny Ramadhin) વર્ષ 1957માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ 129 ઓવર ફેંકી હતી, જે વર્લ્ડ રેકોર્ડ છે.
અફઘાનિસ્તાનની જીત
રાશિદ ખાનના આ શાનદાર પ્રદર્શનની મદદથી અફઘાનિસ્તાને ઝિમ્બાબ્વે વિરુદ્ધ અબુધાબીના શેક ઝાયેદ સ્ટેડિયમમાં 6 વિકેટથી જીત હાસિલ કરી છે. આ સાથે બન્ને ટીમો વચ્ચે 2 મેચોની ટેસ્ટ સિરીઝ 1-1થી ડ્રો રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube