નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની વર્તમાન સીઝનમાં સ્પિનર રાશિદ ખાન પોતાની ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઈટન્સ માટે બોલથી શાનદાર પ્રદર્શન કરી શક્યો નથી. પરંતુ 23 વર્ષીય આ ખેલાડીએ બેટથી શાનદાર પ્રદર્શન કર્યું છે. રાશિદ ખાને મુશ્કેલ સમયમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે 40 અને હૈદરાબાદ સામે 31 રનની ઈનિંગ રમી ગુજરાતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધોનીની જેમ ફિનિશર બનવા માટે ટ્રેનિંગ કરી રહ્યો છે રાશિદ
રાશિદ ખાને હાર્દિક પંડ્યાની આગેવાનીવાળી ટીમ માટે વર્તમાન આઈપીએલ સીઝનમાં 8 મેચમાં માત્ર 8 વિકેટ ઝડપી છે. રાશિદે કહ્યુ કે બોલરના રૂપમાં તેની પ્રાથમિક ભૂમિકા બની રહેશે, પરંતુ તે છેલ્લા કેટલાક સમયથી પોતાની બેટિંગ માટે કામ કરી રહ્યો છે. વિશેષ રૂપથી મહેન્દ્ર સિંહ ધોની જેવા ફિનિશરના રૂપમાં પોતાની ફ્રેન્ચાઇઝીને મજબૂતી આપવા માટે તૈયારી કરી રહ્યો છે. 


આ પણ વાંચોઃ ધોનીની પત્નીને સરકાર પર કેમ આવ્યો ગુસ્સો? જાણો કયા મુદ્દે સરકાર સામે ઉઠાવ્યો સવાલ


બે-ત્રણ વર્ષથી બેટિંગ પર કામ કરી રહ્યો છે રાશિદ ખાન
રાશિદ ખાને કહ્યુ- છેલ્લા બે-ત્રણ વર્ષથી હું મારી બેટિંગ પર કામ કરી રહ્યો છું. મને તે વિશ્વાસ છે કે હું મેદાન પર ટીમ માટે ફિનિશ કરી શકુ છું. રાશિદે કહ્યુ- મારી પાસે તે ક્ષમતા અને પ્રતિભા છે, પરંતુ તે માત્ર મારો આત્મવિશ્વાસ હતો કે હું મેચ પૂરી કરી શકુ છું. સૌથી સારી વાત છે કે મને આ ટીમમાં બેટિંગ કરવાની વધુ તક મળે છે. 


રાશિદ ખાન રમે છે સ્નેક શોટ
પોતાની પૂર્વ ફ્રેન્ચાઇઝીનો સામનો કરતા રાશિદ ખાને દેખાડ્યુ કે તેની બેટિંગ કેટલી વિસ્ફોટક છે. તેણે માત્ર 11 બોલમાં 4 સિક્સની મદદથી અણનમ 31 રન ફટકાર્યા હતા. તેની મદદથી ગુજરાતે 195 રનનો લક્ષ્ય ચેઝ કરી લીધો હતો. આ દરમિયાન રાશિદે ધોનીની જેમ એક શોટ ફટકાર્યો, જેનું નામ તેણે સ્નેક શોટ કહ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube