રાવલપિંડીઃ યજમાન પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે જારી ત્રણ ટેસ્ટ મેચની સિરીઝનો પ્રથમ મુકાબલો ડ્રો તરફ આગળ વધી રહ્યો છે. જે પિચ પર મેચ ચાલી રહી છે ત્યાં બોલરોને કોઈ મદદ મળી રહી નથી. એવી પાટા વિકેટ પર બંને ટીમ રનનો ઢગલો કરી રહી છે. ત્રીજા દિવસે પહેલી ઈનિંગમાં અત્યાર સુધી સાત બેટરોએ સદી ફટકારી છે, જ્યારે પાકિસ્તાનની હજુ ચાર વિકેટ બાકી છે. આવી પિચ પર વિકેટ મેળવવા માટે ઈંગ્લેન્ડના સ્ટાર બેટર જો રૂટે એક ખાસ પ્લાન બનાવ્યો, જેને જોયા બાદ તમે તમારૂ હાસ્ય રોકી શકશો નહીં. વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈંગ્લેન્ડનો પૂર્વ કેપ્ટન જો રૂટ બોલને ડાબા હાથના સ્પિનર જેક લીચના માથા પર ઘસવા લાગ્યો. આ ઘટના 72મી ઓવર બાદની છે. લીચે ધૈર્યપૂર્વક રૂટને પોતાના માથા પર પરસેવાનો ઉપયોગ કરવાની મંજૂરી આપી. આવીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઈંગ્લેન્ડના પૂર્વ સ્પિનર મોન્ટી પાનેસરે પણ બાર્મી આર્મી દ્વારા શેર કરાયેલા વીડિયો પર કોમેન્ટ કરતા કહ્યું કે, બોલ ચમકાવવાની આ સૌથી સારી રીત છે. 


બાંગ્લાદેશ સામે સિરીઝ શરૂ થાય તે પહેલા જ ટીમ ઈન્ડિયા મોટી મુશ્કેલીમાં


લાળ કે થૂક પર લાગી ચુક્યો છે પ્રતિબંધ
કોરોના મહામારી બાદ ક્રિકેટના નિયમોમાં ઘણા ફેરફાર આવ્યા છે. તેમાંથી એક છે બોલ ચમકાવવાની રીતે. હવે લાળ કે થૂક પર પ્રતિબંધ લાગી ચુક્યો છે. રિવર્સ સ્પિંગ માટે જો તમે લાલ બોલ ચમકાવવા ઈચ્છો છો તો માત્ર પરસેવાનો ઉપયોગ કરી શકો છો. તેવામાં બોલર કેપ્ટન હવે હાથના પાણી, માથાના પરસેવાનો ઉપયોગ કરે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube