Ind Vs Nz, Kanpur Test: અમ્પાયર સાથે અશ્વિને શા માટે કરી ઉગ્ર બોલાચાલી? સમજાવવા લાગ્યો નિયમો અને પછી...
ટીમ ઈન્ડિયાના સ્પિનર રવિચંદ્રન અશ્વિન જ્યારે બોલિંગ કરી રહ્યા હતા, ત્યારે તેમના ફોલો-થ્રૂને લઈને અમ્યાયરે વાંધો ઉઠાવ્યો હતો.
IND vs NZ Kanpur Test: ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે કાનપુરમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે મેદાન પર ગરમાગર્મીનો માહોલ જોવા મળ્યો હતો. ટીમ ઈન્ડિયાના સ્પિનર રવિચંદ્રન અશ્વિન જ્યારે બોલિંગ કરી રહ્યા હતા, ત્યારે તેમના ફોલો-થ્રૂને લઈને અમ્યાયરે વાંધો ઉઠાવ્યો હતો. તે દરમિયાન અશ્વિન અને અમ્પાયર નિતિન મેનનની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને કેપ્ટન અજિંક્ય રહાણેએ પણ દરમિયાનગીરી કરવી પડી હતી.
જોકે, શનિવારે મેચના ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાની બોલિંગ ચાલું છે. રવિચંદ્રન અશ્વિનને પહેલી વિકેટ પણ મળી, પરંતુ ત્યારબાદ જ્યારે તે બોલિંગ કરી રહ્યા હતા, તે દરમિયાન અમ્પાયર નિતિન મેનન ને રવિચંદ્રન અશ્વિનને ટોક્યો હતો. આ કિસ્સામાં બન્યું એવું હતું કે રવિચંદ્રન અશ્વિન રાઉન્ડ ધ વિકેટ કરી રહ્યા હતા, પરંતુ તે બોલ ફેંક્યા પછી ફરીને ઓવર ધ વિકેટ સુધી જઈ રહ્યા હતા. તે દરમિયાન તે પિચના ડેંજર એરિયાને ક્રોસ કરી રહ્યા હતા અને નોન સ્ટ્રાઈકર એન્ડ પર ઉભા રહેલા બેટ્સમેનનો રસ્તો પણ રોકી રહ્યા હતા.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube