નવી દિલ્હીઃ Under-19 World Cup 2020: અન્ડર-19 વિશ્વકપમાં આજે ભારત અને જાપાન (India Vs Japan) વચ્ચે મેચ રમાઇ રહી છે. મેચમાં પ્રથમ બોલિંગ કરતા ભારતે જાપાનને માત્ર 41 રનમાં ઓલઆઉટ કરી દીધું છે. આ ટૂર્નામેન્ટના ઈતિહાસનો બીજો સૌથી ઓછો સ્કોર છે. જાપાનના 5 ખેલાડી શૂન્ય રન પર આઉટ થયાં હતા. આ પહેલા કેનેડાની ટીમ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 2002માં 41 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ટૂર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી ઓછા સ્કોરનો રેકોર્ડ સ્કોટલેન્ડના નામે છે. તેણે 2004ના વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ માત્ર 22 રન બનાવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેચમાં પહેલા બેટિંગ કરવા ઉતરેલી જાપાનની શરૂઆત ખરાબ રહી હતી. 20 રનની અંદર તેણે 5 વિકેટ ગુમાવી દીધી હતી. કાર્તિક ત્યાગી અને સ્પિનર રવિ બિશ્નોઈએ સતત બે બોલ પર બે-બે વિકેટ ઝડપી હતી. પછી બિશ્નોઈએ શૂ શૂ નાગોચી (7) અને કજૂમાશા તાકાહાશી (0)ની વિકેટ ઝડપી હતી. બિશ્નોઈએ મેચમાં 8 ઓવરમાં માત્ર 5 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. જ્યારે કાર્તિક ત્યાગીએ 3 અને આકાશ સિંહને બે સફળતા મળી હતી. આ મેચમાં ભારતીય ટીમે ત્રણ ફેરફાર કર્યાં હતા. દિવ્યાંશ સક્સેના, શુભમ હેગડે અને સુશાંત મિશ્રાના સ્થાને કુમાર કુશાગ્ર, શાશ્વત રાવત અને વિદ્યાધર પાટિલને અંતિમ-11માં તક મળી હતી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર