આ છે ટીમ ઈન્ડિયાના સૌથી `બદનસીબ` કેપ્ટન, 1 મેચમાં જ પુરી થઈ કેપ્ટનશિપ કરિયર
Team India: ઘણા ટેસ્ટ કેપ્ટન એવા રહ્યા જેમણો રેકોર્ડ ઘણો શાનદાર રહ્યો, પરંતુ શું તમે તે કેપ્ટનો વિશે જાણો છો કે તેમણે વધારે કેપ્ટનસિપ કરવાનો મોકો મળી શક્યો નથી. ટીમ ઈન્ડિયાના 4 કેપ્ટન એવા પણ છે, જેમણે માત્ર એક જ મેચમાં ટીમની કમાન સંભાળી હતી.
Team India: ટીમ ઈન્ડિયાના ક્રિકેટ ઈતિહાસ ઘણો જૂનો અને એટલો જ ખૂબસૂરત પણ છે. ટેસ્ટ ક્રિકેટમાં ભારત અત્યાર સુધી 35 ખેલાડીઓનું કેપ્ટન બનાવી ચૂકી છે. ઘણા ટેસ્ટ કેપ્ટન એવા રહ્યા જેમણો રેકોર્ડ ઘણો શાનદાર રહ્યો, પરંતુ શું તમે તે કેપ્ટનો વિશે જાણો છો કે તેમણે વધારે કેપ્ટનસિપ કરવાનો મોકો મળી શક્યો નથી. ટીમ ઈન્ડિયાના 4 કેપ્ટન એવા પણ છે, જેમણે માત્ર એક જ મેચમાં ટીમની કમાન સંભાળી હતી.
રવિ શાસ્ત્રી
ટીમ ઈન્ડિયાના પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રી ભારતીય ટીમ માટે ટેસ્ટમાં કેપ્ટનશિપ કરી ચૂક્યા છે. 11 જાન્યુઆરી 1988માં ચેન્નાઈમાં રમાયેલી ટેસ્ટ મેચ દરમિયાન રવિ શાસ્ત્રીને ટીમની કેપ્ટનશિપ કરવાનો મોકો આપવામાં આવ્યો હતો, પરંતુ રવિ શાસ્ત્રીને માત્ર એક ટેસ્ટ મેચમાં જ ભારતની કેપ્ટનશિપ કરવાનો મોકો મળ્યો હતો. ભારતે આ મેચમાં જીત હાંસલ કરી હતી, તેમ છતાં રવિ શાસ્ત્રીને ત્યારબાદ કોઈ પણ ટેસ્ટમાં કેપ્ટનશિપ કરવાનો મોકો મળ્યો નહોતો.
પંકજ રોય
ભારતીય ટીમ 1959 માં ઈંગ્લેન્ડ પ્રવાસ પર ગઈ હતી. તે દરમિયાન પંકજ રોયને બીજી ટેસ્ટ મેચમાં કેપ્ટનશિપ કરવાનો મોકો આપવામાં આવ્યો હતો. પંકજ રોય પણ તે કેપ્ટનોમાં સામેલ છે, જેમના નસીબમાં એક ટેસ્ટ મેચમાં જ કેપ્ટનશિપનો મોકો મળ્યો હતો. આ મેચમાં ઈંગ્લેન્ડની ટીમે ભારતને 8 વિકેટથી હરાવ્યું હતું. આ પહેલો અને છેલ્લો મોકો હતો જ્યારે પંકજ રોયને ભારતીય ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ કરવાનો મોકો આપવામાં આવ્યો હતો.
ચંદૂ બોર્ડે
ટીમ ઈન્ડિયા 1967-68 દરમિયાન ઈંગ્લેન્ડ પ્રવાસ પર ગઈ હતી. તે દરમિયાન ચંદૂ બોર્ડે ભારતીય ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ કરવાનો મોકો આપવામાં આવ્યો હતો. આ મેચ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાઈ હતી. મંસૂર અલી ખાન પટૌડીના સ્થાને ચંદૂ બોર્ડેને કેપ્ટન બનાવવામાં આવ્યા હતા. આ મેચમાં ટીમ ઈન્ડિયાને 146 રનના મોટા અંતરથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ બાદ ચંદૂ બોર્ડેને ફરીથી ક્યારેય ટીમ ઈન્ડિયાની કમાન સોંપવામાં આવી નથી.
આ દિગ્ગજે કરી મોટી ભવિષ્યવાણી: ટીમ ઈન્ડિયામાં નહીં રમી શકે છે આ 2 ધાકડ ખેલાડી
હેમૂ અધિકારી
હેમૂ અધિકારીનું નામ પણ આ લિસ્ટમાં આવે છે. હેમૂ અધિકારીને 1858-59 માં વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ ઘરેલૂ ટેસ્ટ સીરિઝમાં ભારતીય ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા હતા. આ સીરિઝમાં ભારતે 4 કેપટન બદલ્યા હતા. આ મુકાબલા બાદ હેમૂ અધિકારીને ક્યારેય પણ ટેસ્ટમાં કેપ્ટનશિપ કરવાનો મોકો મળ્યો નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube