વેલિંગટનઃ ટીમ ઈન્યાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ ભારતના રિસ્ટ સ્પિનર કુલદીપ યાદવની ખૂબ પ્રશંસા કરી હતી. શાસ્ત્રીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિડની ટેસ્ટમાં પાંચ વિકેટનો હવાલો આપતા કહ્યું કે, વિદેશની જમીન પર અનુભવી આર અશ્વિનની જગ્યાએ કુલદીપ યાદવ ટીમનો મુખ્ય સ્પિનર હશે. શાસ્ત્રીએ કહ્યું કે, કુલદીપ 'પહેલા' જ અશ્વિન અને જાડેજાથી આગળ નિકળીને દેશનો નંબર એક સ્પિનર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શાસ્ત્રીએ એક વેબસાઇટને કહ્યું, તે પહેલા વિદેશમાં ટેસ્ટ ક્રિકેટ રમી ચુક્યો છે અને પાંચ વિકેટ ઝડપી ચુક્યો છે તેવામાં તે અમારો મુખ્ય સ્પિનર હશે. તેણે કહ્યું, દરેકનો સમય હોય છે (અશ્વિનના ખરાબ ફોર્મ તરફ ઈશારો કરતા) પરંતુ હવે કુલદીપ વિદેશોમાં અમારો મુખ્ય સ્પિનર હશે. 


સિડની ટેસ્ટમાં કુલદીપે ઝડપી હતી પાંચ વિકેટ
કુલદીપે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિડની ટેસ્ટમાં વરસાદથી પ્રભાવિત આ મેચમાં પાંચ વિકેટ ઝડપી અને ઘણા બેટ્સમેન  તેના બોલને સમજવામાં નિષ્ફળ રહ્યાં હતા. શાસ્ત્રીએ કહ્યું, કુલદીપે સિડનીમાં જે પ્રકારે બોલિંગ કરી તેનાથી હું પ્રભાવિત છું. ટેસ્ટ ક્રિકેટમાં પણ આ સમ રિસ્ટ સ્પિનરનો છે. સિડનીમાં તેના પ્રદર્શનથી નક્કી છે કે અમારો મુખ્ય સ્પિનર હશે. 

રણજી ટ્રોફી ફાઇનલઃ વિદર્ભને પ્રથમ ઈનિંગમાં મળી 5 રનની લીડ, સૌરાષ્ટ્ર 307 રનમાં ઓલઆઉટ 

ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝની જીતનો નાયક રહેલ પૂજારાને તે પહેલા ઈંગ્લેન્ડ વિરુદ્ધ બર્મિંઘમ ટેસ્ટમાં અંતિમ ઇલેવનમાં સ્થાન ન મળ્યું હતું. શાસ્ત્રીએ કહ્યું કે, તેની ટેકનિકમાં કોઈ ખામી નથી પરંતુ તેણે ક્રીઝ પર ઉભા રહેવાની રીતમાં ફેરફાર કર્યો જેનો ફાયદો થયો. પૂર્વ ભારતીય ઓલરાઉન્ડરે કહ્યું, તેની સાથે ટેકનિકની કોઈ સમસ્યા નથી. 

IND vs NZ: કાલે પ્રથમ T20, રિષભ પંત પર તમામની નજર


વિરાટની કરી પ્રશંસા
કેપ્ટન વિરાટ કોહલીન પ્રશંસા કરવા માટે જાણીતા શાસ્ત્રીએ ફરી એકવાર તેની પ્રશંસા કરી છે. તેણે કોહલીની તુલના વેસ્ટઈન્ડિઝના મહાન ખેલાડી સર વિવિયન રિચર્ડસ અને પૂર્વ પાકિસ્તાની કેપ્ટન ઇમરાન ખાન સાથે કરી છે. ભારતીય કોચે કહ્યું, વિરાટ તે મહાન ખેલાડીઓમાં સામેલ છે, જે જવાબ આપવાનું જાણે છે. મને લાગે છે કે, ભારત ભાગ્યશાળી છે કે વિરાટ જેવો કેપ્ટન મળ્યો છે. તે મને આ મામલામાં ઇમરાન ખાનની યાદ અપાવે છે.