નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ ન્યૂઝીલેન્ડ ટીમના કેપ્ટન કેન વિલિયમસનની ઉત્સાહપૂર્વક પ્રશંસા કરી છે. બુધવારે રવિ શાસ્ત્રીએ કહ્યું કે, કીવી કેપ્ટન કેન વિલિયમસને વિશ્વ કપ 2019ની ફાઇનલ દરમિયાન જેવી છબી દુનિયાની સામે પ્રસ્તુત કરી છે તે પ્રશંસાપાત્ર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશ્વ કપ 2019નો ફાઇનલ મુકાબલો યજમાન ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમાઈ હતી. આ મહામુકાબલો ટાઈ રહ્યો હતો. ત્યારબાદ પરિણામ કાઢવા માટે રમાયેલી સુપરઓવર પણ ટાઈ રહી હતી. પરંતુ બાઉન્ડ્રી કાઉન્ટના આધાર પર ઈંગ્લેન્ડને વિશ્વ કપ વિજેતા જાહેર કરવામાં આવ્યું, જેનો કીવી કેપ્ટને સરળતાથી સ્વીકાર કર્યો હતો. 

ટીમ ઈન્ડિયાના નવા કોચ પદના દાવેદારોમાં કર્સ્ટન, મૂડી અને જયવર્ધને સામેલ

આ વાતને લઈને રવિ શાસ્ત્રીએ કીવી કેપ્ટન કેન વિલિયમસનની પ્રશંસા કરતા એક ટ્વીટ કર્યું છે. રવિ શાસ્ત્રીએ લખ્યું છે, 'તમારો સંયોજન અને ગરિમા વિશ્વ કપ દરમિયાન ઉલ્લેખનીય છે. તમારી ગરિમા અને શાંતિ 48 કલાક બાદ પણ જણાવે છે કે તમે શું મેળવ્યું. અમે જાણીએ છીએ કે વિશ્વ કપ પર એક હાથ તમારો પણ છે. તમે માત્ર કેન નહીં, પરંતુ સક્ષણ પણ છો. ભગવાન ભલુ કરે.'



કેન વિલિયમસને પોતાની ટીમને કેપ્ટન તરીકે ફાઇનલ સુધીની સફર કરાવી હતી. આ સિવાય તેણે વિશ્વ કપમાં 2 સદી અને 2 અડધી સદીની સાથે 578 રન બનાવ્યા, જે એક વિશ્વકપમાં કોઈપણ કેપ્ટન દ્વારા બનાવવામાં આવેલા સૌથી વધુ રન છે. એટલું જ નહીં કેને બે વિકેટ પણ પોતાના નામે કરી હતી. પરંતુ ભાગ્યને કારણે કીવી ટીમ કપ જીતવાથી ચુકી ગઈ હતી.