R Ashwin: અશ્વિનના સંન્યાસ બાદ તેના પિતાએ કર્યો મોટો ઘડાકો, કહ્યું- મારા પુત્રને......
Ravichandran Ashwin: અશ્વિનના પિતાએ કહ્યું કે અશ્વિન અપમાનિત થઈ રહ્યો હતો, કદાચ આ કારણે તેણે અચાનક સંન્યાસની જાહેરાત કરી. આવો જાણીએ ભારતીય સ્પિનરના પિતા શું બોલ્યા.
Ravichandran Ashwin Was Humiliated: ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિનના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ તેમના પિતાએ મોટો આરોપ લગાવ્યો છે. અશ્વિનના પિતા રવિચંદ્રને કહ્યુ કે તેમના પુત્રને અપમાનિત કરવામાં આવ્યો. પિતાએ તે પણ કહ્યું કે કદાચ અપમાનિત થવાને કારણે અશ્વિને સંન્યાસ લીધો. પિતા રવિચંદ્રને જણાવ્યું કે અશ્વિનનો સંન્યાસ તેમના માટે પણ ચોંકાવનારો હતો.
એક મીડિયા હાઉસ સાથે વાત કરતા અશ્વિનના પિતા રવિચંદ્રને કહ્યુ- મને પણ તેની નિવૃત્તિ વિશે છેલ્લી ઘડીએ ખબર પડી. મને ખ્યાલ નહોતો કે તેના મગજમાં શું ચાલી રહ્યું છે. એક તરફ તેના સંન્યાસથી મને ખુશી હતી, પરંતુ બીજીતરફ તેણે જે અંદાજમાં તે કર્યું, તેનાથી નાખુશ પણ છું. તેણે વધુ રમવાની જરૂર હતી.
આગળ અપમાન વિશે રવિચંદ્રને કહ્યુ- સંન્યાસ લેવો તેની ઈચ્છા છે. હું તેમાં કોઈ હસ્તક્ષેપ ન કરી શકું. પરંતુ તેણે જે અંદાજમાં જાહેરાત કરી તેના ઘણા કારણો હોઈ શકે છે. તે માત્ર તે જાણે છે. અપમાન પણ હોઈ શકે છે. આ ભાવુક ક્ષણ છે, કારણ કે તે 14-15 વર્ષથી સતત રમી રહ્યો હતો અને અચાનક સંન્યાસ લેવાથી બધુ બદલાઈ ગયું. આ એક ઝટકો છે અને અમે તેની આશા કરી રહ્યાં હતા કારણ કે અપમાન થઈ રહ્યું હતું. તે ક્યાં સુધી સહન કરત આ કારણે તેણે નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો.
આ પણ વાંચોઃ કઈ રીતે WTC ફાઈનલમાં પહોંચી શકે છે ભારત, જાણો ટીમ ઈન્ડિયાના પક્ષમાં કયા-કયા સમીકરણ
ઉલ્લેખનીય છે કે અશ્વિનના પિતાએ સ્પષ્ટ રીતે જણાવ્યું નહીં કે અશ્વિનના અચાનક સંન્યાસ પાછળ શું કારણો રહ્યાં. આ સિવાય અશ્વિને પણ નિવૃત્તિના નિર્ણય વિશે વધુ વાત કરી નથી. ભારતીય સ્પિનરે કહ્યું કે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી રહ્યો છે, પરંતુ ક્લબ ક્રિકેટ રમવાનું જાળવી રાખશે.
નોંધનીય છે કે અશ્વિન બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ બાદ સંન્યાસની જાહેરાત કરી અને હવે તે વતન પરત આવી ગયો છે. અશ્વિને અંતિમ બે ટેસ્ટ માટે પણ ટીમ સાથે રહેવાની જગ્યાએ નિવૃત્તિનો નિર્ણય કર્યો હતો.