Coronavirus: R Ashwin એ કહ્યો એક હૃદયસ્પર્શી કિસ્સો, કહ્યું- વેક્સીને બચાવ્યો પિતાનો જીવ
ભારત હાલમાં કોરોના વાયરસ (Corona Virus) મહામારીની બીજી લહેરથી ખરાબ રીતે પ્રભાવિત છે. ભારતમાં છેલ્લા ઘણા દિવસોથી દરરોજ કોરોનાનાં 4 લાખથી વધુ કેસ નોંધાયા છે
નવી દિલ્હી: ભારત હાલમાં કોરોના વાયરસ (Corona Virus) મહામારીની બીજી લહેરથી ખરાબ રીતે પ્રભાવિત છે. ભારતમાં છેલ્લા ઘણા દિવસોથી દરરોજ કોરોનાનાં 4 લાખથી વધુ કેસ નોંધાયા છે. એટલું જ નહીં દેશના હજારો લોકો રોજ તેના કારણે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના દિગ્ગજ સ્પિન બોલર રવિચંદ્રન અશ્વિને (Ravichandran Ashwin) પણ તેના પરિવાર પર કોરોનાના સંકટ વિશે ખુલ્લેઆમ વાત કરી છે.
વચ્ચે જ છોડી હતી આઈપીએલ
તમને જણાવી દઈએ કે, રવિચંદ્રન અશ્વિને (Ravichandran Ashwin) આઈપીએલ 2021 ને (IPL 2021) વચ્ચે છોડી દીધી હતી. અશ્વિને આ નિર્ણય ફક્ત તેના પરિવારને સાથ આપવા માટે લીધો હતો. તેની યુટ્યુબ ચેનલ પર અશ્વિને કહ્યું, 'હું આઈપીએલ રમી રહ્યો હતો, તેથી મારી પત્ની અને મારા માતા-પિતાએ મને કહ્યું નહીં કે આ ઘરમાં આ સ્થિતિ છે. મારા બાળકોને 3-4 દિવસ સુધી વધારે તાવ હતો. મારી પત્નીએ મને કહ્યું હતું કે તેને હવે શું કરવું તે ખબર નથી કારણ કે તેણે દવાઓ આપી હતી પણ તાવ ઓછો થયો નહોતો. '
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube