નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાએ બુધવાર (13 માર્ચ)એ ભારત વિરુદ્ધ પાંચમી વનડેમાં જ્યારે જોરદાર શરૂઆત કરી તો ભારતીય ટીમ દવાબમાં આવવા લાગી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમે 15મી ઓવરમાં 75 રનનો સ્કોર પાર કરી ચુકી હતી અને તેને એકપણ વિકેટ ગુમાવી નહતી. એવું લાગી રહ્યું હતું કે કેપ્ટન એરોન ફિન્ચ અને ઉસ્માન ખ્વાજા ફરી સદીની ભાગીદારી કરશે. પરંતુ રવિન્દ્ર જાડેજાએ ભારતને સફળતા અપાવી હતી. તેણે ફિન્ચને બોલ્ડ કરીને ભારતને સફળતા અપાવવાની સાથે કોટલા સ્ટેડિયમમાં એક રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા ઓસ્ટ્રેલિયાના કેપ્ટનને આઉટ કરવાની સાથે ફિરોઝશાહ કોટલાનો સૌથી સફળ બોલર (વનડે) બની ગયો છે. તેણે આ મેચ પહેલા મેદાન પર સાત વિકેટ ઝડપી હતી. ફિન્ચને આઉટ કરીને તેણે વિકેટોની સંખ્યા આઠ પર પહોંચાડી દીધી હતી. આ સાથે તેણે વેસ્ટઈન્ડિઝના કેમાર રોચ , ભારતના હરભજન સિંહ અને અજીત અગરકરને પાછળ છોડી દીધા છે. આ ત્રણેયના નામે સાત-સાત વિકેટ નોંધાયેલી છે. જાડેજાનો કોટલામાં આ છઠ્ઠો મેચ છે. રોચે બે, અગરકરે ત્રણ અને હરભજને અહીં પાંચ મેચ રમી છે. 


જાડેજા, ચહલ અને કુલદીપમાં ટક્કર
જાડેજા તે ખેલાડીઓમાંથી એક છે, જે વિશ્વકપ  રમવાનો દાવેદાર છે. ટીમ ઈન્ડિયાના 15 ખેલાડીઓની ટીમમાં જગ્યા બનાવવા માટે ચહલ અને કુલદીપને તે ટક્કર આપી રહ્યો છે. ચહલ અને કુલદીપ જ્યાં બોલિંગમાં માહેર છે તો જાડેજા ઉપયોગી બેટિંગ કરી શકે છે. આ સિવાય તે ટીમનો બેસ્ટ ફિલ્ડર છે. તેવામાં ભારતીય ટીમ મેનેજમેન્ટ તે વાતને લઈને ચર્ચા કરવી પડશે કે ચહલ, કુલદીપ યાદવ અને જાડેજામાંથી ક્યા બે સ્પિનરોને સામેલ કરવામાં આવે. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર