નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયામાંથી વનડે ટીમમાંથી બહાર ચાલી રહેલો જાડેજાન આ દિવસોમાં વિજય હજારે ટ્રોફી રમી રહ્યો છે, આફ્રિકા સામે તેને ટેસ્ટ રમવાનો મોકો ન મળ્યો. હવે જાડેજા સ્વદેશ પરત આવી ગયો છે અને વિજય હજારે ટ્રોફીમાં સૌરાષ્ટ્ર તરફથી રમી રહ્યો છે. પોતાની શાનદારન સ્પિન બોલિંગ માટે જાણીતા જાડેજાને વિજય હજારે ટ્રોફીમાં એકપણ વિકેટ મળી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેવામાં પ્રશ્ન થઈ રહ્યો છે કે, જ્યારે ટીમ ઈન્ડિયામાં ચહલ અને કુલદીપ યાદવ વનડેમાં બેજોડ પ્રદર્શન કરી રહ્યાં છે તેવામાં આવનારા વિશ્વકપમાં જાડેજાને કેમ સ્થાન મળશે. બીજી તરફ ભારતીય ટીમના કેપ્ટન કોહલી કહી ચુક્યો છે કે ચહલ અને યાદવ આગામી વિશ્વકપમાં ટીમ ઈન્ડિયા માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે. 



જો વાત વિજય હજારે ટ્રોફીની કરવામાં આવે તો જાડેજા એક બોલરનાન રૂપમાં ફ્લોપ રહ્યો છે. તેણે આ ટૂર્નામેન્ટમાં 32 ઓવર ફેંકી છે, પરંતુ એકપણ વિકેટ મેળવી શક્યો નથી. 


10-1-43-0  વિરુદ્ધ છત્તીષગઢ
10-0-59-0  વિરુદ્ધ જમ્મુ-કાશ્મી
10-0-39-0  વિરુદ્ધ હૈદરાબાદ
2-0-16-0  વિરુદ્ધ ઝારખંડ


જાડેજાએ છેલ્લે જૂન 2017માં બાંગ્લાદેશ વિરુદ્ધ ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઈનલમાં શાકિબ અલ હસનની વિકેટ ઝડપી હતી. ત્યારથી જાડેજા લિસ્ટ એ ક્રિકેટ (જેમાં વનડે અને 40 તથા 60 ઓવરની એક ઈનિંગની મેચ સામેલ છે)માં 61.4 ઓવર બોલિંગ કરી ચુક્યો છે, પરંતુ તેને એક વિકેટ મળી નથી. 


બેટિંગમાં ઝળક્યો જાડેજા, ફટકારી સદી
બોલિંગમાં ફ્લોપ રહ્યાં બાદ જાડેજાએ સદી ફટકારીને ઝારખંડ વિરુદ્ધ સૌરાષ્ટ્રને જીત અપાવી હતી. આ ઈનિંગમાં જાડેજાએ 116 બોલરમાં સાત ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી અણનમ 113 રનની ઈનિંગ રમીન હતી અને સૌરાષ્ટ્રને ચાર વિકેટે જીત અપાવી હતી.