નવી દિલ્હીઃ ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ મંગળવારે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિરીઝના બીજા વનડે મેચમાં એક ખાસ મુકામ હાસિલ  કર્યો છે. જામથાના વીસીએ સ્ટેડિયમમાં 10 રન બનાવતા જાડેજા ભારતીય ઓલરાઉન્ડરોના એક ખાસ લિસ્ટમાં સામેલ થઈ ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાડેજાએ 50 ઓવરના ફોર્મેટમાં 2000 રન અને 150થી વધુ વિકેટ હાસિલ કરનારો ત્રીજો ભારતીય ક્રિકેટર બની ગયો છે. તે દિગ્ગજ સચિન તેંડુલકર અને કપિલ દેવની યાદીમાં સામેલ થઈ ગયો છે. 



પોતાના આયોજન ભારતની બહાર લઈ જવા માટે આઈસીસી સ્વતંત્રઃ બીસીસીઆઈ


ગોડ ઓફ ક્રિકેટના નામથી જાણીતા સચિન તેંડુલકરના નામે 463 વનડે આંતરરાષ્ટ્રીય મેચોમાં 18426 રન અને 153 વિકેટ નોંધાયેલી છે. તો 1983 વિશ્વ કપ ચેમ્પિયન ટીમના કેપ્ટન રહેલા કપિલ દેવના નામે 50 ઓવરના ફોર્મેટમાં 3783 રન અને 253 વિકેટ છે. પોતાના કરિયરમાં 149મો વનડે રમી રહેલા જાડેજાએ અત્યાર સુધી 171 વિકેટ ઝડપી છે. 



IPLમાં મેચ જુઓ, કેચ ઝડપો અને ઈનામમાં મેળવો SUV


જાડેજાએ નાગપુર વનડેમાં 10 રન પૂરા કર્યા અને આ ખાસ લિસ્ટમાં સામેલ થઈ ગયો. તેણે આ મેચમાં 40 બોલમાં 21 રન બનાવ્યા અને કેપ્ટન વિરાટ કોહલી (116)ની સાથે સાતમી વિકેટ માટે 67 રનની ભાગીદારી કરી હતી. તે સિરીઝના પ્રથમ વનડેમાં પણ ટીમમાં હતો પરંતુ તેને કોઈ સમફળતા ન મળી અને બેટિંગમાં પણ તક ન મળી હતી.