Ravindra Jadeja Love Story: ટીમ ઈન્ડિયાનો અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં વ્યસ્ત છે. તેણે છેલ્લી બે મેચમાં સારું પ્રદર્શન કર્યું છે. રવિન્દ્ર જાડેજાની લવસ્ટોરી ખૂબ જ રસપ્રદ છે. ખરેખર, તેને તેની બહેનની મિત્ર સાથે પ્રેમ થઈ ગયો હતો. બંને એક પાર્ટીમાં મળ્યા હતા. જાડેજાએ મુલાકાતના થોડા મહિના પછી જ સગાઈ કરી લીધી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા તેના શાનદાર પ્રદર્શન માટે જાણીતો છે. હાલમાં તે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં વ્યસ્ત છે. રવિન્દ્ર જાડેજાની પત્ની ગુજરાતમાં ધારાસભ્ય છે. આવી સ્થિતિમાં, તમે ચોક્કસપણે તેમની લવ સ્ટોરી જાણવાનું પસંદ કરશો.



રવિન્દ્ર જાડેજા રાજપૂત પરિવારમાંથી આવે છે. તેનો પરિવાર ઈચ્છતો હતો કે જાડેજા જલ્દી લગ્ન કરે. પરંતુ રવિન્દ્ર જાડેજાનું ધ્યાન ક્રિકેટ સિવાય અન્ય કોઈ બાબતમાં ગયું ન હતું. લગ્ન પહેલા તે પોતાનું કરિયર વધુ સારું બનાવવા માંગતો હતો.



જાડેજાએ વર્ષ 2016માં રીવાબા સોલંકી નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. ખાસ વાત એ છે કે રીવાબા તેની બહેનની મિત્ર હતી. જાડેજા એક પાર્ટી દરમિયાન તેમને મળ્યા હતા.



આ પણ વાંચો:
Mahindra Scorpio લઈને ફરવા ગયેલા વ્યક્તિની ઈચ્છા પર ફરી ગયુ પાણી, જુઓ વીડિયો
LUXURIOUS BUNGLOWS: ટાટા, બિરલા અને અંબાણી આલીશાન બંગલા પરથી નથી હટતી લોકોની નજર
શું તમને PM કિસાન યોજનાના 2,000 રૂપિયા નથી મળ્યા? આ નંબર પર કોલ કરીને કરો ફરિયાદ


રવિન્દ્ર જાડેજાની બહેન નૈનાએ જાડેજાનો પરિચય રીવાબા સાથે કરાવ્યો. જાડેજા પહેલી જ મુલાકાતમાં તેના પ્રેમમાં પડી ગયો હતો. જાડેજા અને રીવાબાએ પાર્ટીમાં નંબર એક્સચેન્જ કર્યા અને અહીંથી બંનેની લવ સ્ટોરી શરૂ થઈ.



લગભગ 3 મહિનાની મુલાકાત પછી જ જાડેજા અને રીવાબાની સગાઈ થઈ ગઈ. પછી તરત જ તેણે લગ્ન પણ કરી લીધા. લગ્નના 1 વર્ષ પછી રીવાબાએ પુત્રીને જન્મ આપ્યો. તેઓએ પુત્રીનું નામ નિધ્યાના રાખ્યું છે.



રીવાબાએ મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. તે હાલમાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલ છે. તેઓ ગુજરાતના જામનગર ઉત્તરના ધારાસભ્ય પદ પર છે.



જાડેજા આ વર્ષે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં શાનદાર ફોર્મમાં છે. તેણે અત્યાર સુધી બંને મેચમાં 17 વિકેટ ઝડપી છે અને તે બંને મેચમાં 'મેન ઓફ ધ મેચ' પણ રહ્યો છે.



આ પણ વાંચો:
અધિકારીઓ ફફડી ગયા! CM ભૂપેન્દ્ર પટેલે કરી ગાંધીનગરમાં આ કચેરીની સરપ્રાઈઝ વિઝિટ, પછી
સાત આતંકીઓને ફાંસીની સજા, એકને આજીવન કેદ, એનઆઈએ કોર્ટનો ચુકાદો

રાશિફળ 01 માર્ચ: આ જાતકોને આજે ગ્રહોનો વિશેષ સંયોગ ખુબ ફાયદો કરાવશે, સમૃદ્ધિ વધશે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube