નવી દિલ્હીઃ આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ભારતના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ફાયદો થયો છે. તે આઈસીસી ટેસ્ટ ઓલરાઉન્ડર રેન્કિંગ લિસ્ટમાં બીજદા સ્થાને પહોંચી ગયો છે. તેણે બેન સ્ટોક્સને પાછળ છોડતા બીજુ સ્થાન હાસિલ કર્યુ છે. જાડેજાના 386 પોઈન્ટ છે. તો બેન સ્ટોક્સ 385 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. વેસ્ટ ઈન્ડિઝનો જેસન હોલ્ડર આ લિસ્ટમાં પ્રથમ સ્થાને છે. ભારતનો આર અશ્વિન આઈસીસી ટેસ્ટ ઓલરાઉન્ડર રેન્કિંગમાં ચોથા સ્થાને યથાવત છે. તેના 353 પોઈન્ટ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો બોલરોના રેન્કિંગની વાત કરીએ તો ન્યૂઝીલેન્ડના ટીમ સાઉદીને મોટો ફાયદો થયો છે. તે બોલરોના રેન્કિંગમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. તે પહેલા છઠ્ઠા સ્થાને હતો. ઈંગ્લેન્ડ વિરુદ્ધ લોર્ડ્સ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શનનું ઈનામ તેને મળ્યું છે. સાઉદીના 838 પોઈન્ટ છે. આ લિસ્ટમાં ભારતનો ઓફ સ્પિનર અશ્વિન બીજા સ્થાને છે. તેનો 850 પોઈન્ટ છે. આ સિવાય ટોપ-10માં અન્ય કોઈ ભારતીય બોલર સામેલ નથી. 


આ પણ વાંચોઃ જ્યારે કોઈ ભારતીય ખેલાડી સદી ફટકારે તો BCCI આપે છે લાખો રૂપિયાનું બોનસ, તમે પણ જાણો  


આઈસીસી બોલરોના ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ સ્થાને ઓસ્ટ્રેલિયાનો પેટ કમિન્સ છે. તેના 908 પોઈન્ટ છે. આ લિસ્ટમાં ચોથા સ્થાને નીલ વેગનર છે. તો પાંચમાં સ્થાને જોશ હેઝલવુડ છે. ઈંગ્લેન્ડનો ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન છઠ્ઠા સ્થાને છે. ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 10 જૂનથી બે ટેસ્ટ મેચ સિરીઝની અંતિમ મેચ રમાવાની છે. પ્રથમ ટેસ્ટ ડ્રો રહી હતી. 


ત્યારબાદ 18 જૂનથી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ શરૂ થશે. જેની ક્રિકેટપ્રેમીઓ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube