India vs Pakistan Asia Cup 2022: ભારતીય ટીમ સુપર 4માં ચાર સપ્ટેમ્બરે પાકિસ્તાન વિરુદ્ધ મહામુકાબલો રમશે. આ મેચ જીતીને ટીમ ઈન્ડિયા પોતાના કદમ ફાઈનલ તરફ આગળ વધારવા ઈચ્છશે. ભારતે પોતાની પહેલી મેચમાં પાકિસ્તાનને 5 વિકેટે અને બીજી મેચમાં હોંગકોંગને 40 રનોથી કારમી હાર આપી હતી. પરંતુ આ તમામ વાતો વચ્ચે ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને ઈજા થતાં તેઓ એશિયા કપમાંથી ખસી ગયા છે. હવે પાકિસ્તાન વિરુદ્ધ પ્લેઈંગ ઈલેવનમાં જાડેજાના સ્થાને રવિ બિશ્રોઈને સ્થાન મળી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ખેલાડી લઈ શકે છે સ્થાન
સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા ઈજાના કારણે એશિયા કપ 2022માંથી બહાર થઈ ગયો છે. જાડેજાને ઘૂંટણમાં ઈજા પહોંચી છે. એવામાં પાકિસ્તાન વિરુદ્ધની મેચમાં રવીન્દ્ર જાડેજાના સ્થાને રવિ બિશ્રોઈને સ્થાન મળી શકે છે. બિશ્રોઈ ટી20 ક્રિકેટમાં ખૂબ જ કાતિલ બોલિંગ કરવામાં માહેર છે અને તે ઘણી કિફાયતી સાબિત થાય છે. ટી20 ક્રિકેટમાં રવિ બિશ્રોઈની ચાર ઓવર ખુબ જ મહત્વપૂર્ણ હોય છે. 


Rohit Sharma ની કેપ્ટનશિપમાં કર્યું ડેબ્યૂ
રવિ બિશ્રોઈએ ભારતીય ટીમમાં પોતાની ડેબ્યૂ મેચ રોહિત શર્માની આગેવાનીમાં રમી છે. રવિ બિશ્રોઈએ ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી 9 ટી20 મેચ રમી છે. ત્યારબાદ તેઓ એશિયા કપ 2022 માટે ટીમ ઈન્ડિયામાં પોતાનું સ્થાન બનાવવામાં સફળતા મેળવી છે. રવિ બિશ્રોઈએ આ 9 મેચોમાં 7.15ની સરેરાશથી 15 વિકેટ હાંસિલ કરી છે.


પાકિસ્તાન વિરુદ્ધ વરસાવી શકે છે કહેર
દુબઈની પીચ હંમેશા સ્પિનર્સને મદદરૂપ થતી હોય છે. આ પિચો પર રવિ બિશ્રોઈ કહેર વરસાવી શકે છે. તે ધીમી ગતિના બોલ પર ખુબ જ જલ્દી વિકેટ ઝડપી શકે છે. તેમની પાસે તે કાબેલિયત છે કે તે કોઈ પણ બેટિંગ ઓર્ડરને તોડી શકે છે. જો પાકિસ્તાન વિરુદ્ધ તેને ભારતીય પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળે છે, તો તે રોહિત શર્માનું સૌથી મોટું હથિયાર સાબિત થઈ શકે છે.


ભારતે જીત્યા સૌથી વધુ એવોર્ડ
રોહિત શર્માની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયા આ વખતે એશિયા કપને જીતવા માટે પ્રબળ દાવેદાર મનાય છે. ભારત પાસે એવા ઘણા ખેલાડી છે, જે એશિયા કપ જીતાડી શકે છે. ભારતે  સૌથી વધુ 7 વખત એશિયા કપ પોતાના નામે કર્યો છે, જ્યારે પાકિસ્તાનને માત્ર બે વખત એશિયા કપ જીત્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube