નવી દિલ્હીઃ ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એ કહ્યુ કે 2018માં યજમાન ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચમી ટેસ્ટ મેચે તેનું ભાગ્ય બદલી નાખ્યું હતું. તેણે કહ્યું કે, ઓવલ ટેસ્ટમાં કરેલા પ્રદર્શન બાદ તેને ખુબ આત્મવિશ્વાસ મળ્યો કારણ કે તે દિવસોમાં જાડેજા પોતાના કરિયરમાં સંઘર્ષ કરી રહ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2018માં ઓવલમાં પાંચમી ટેસ્ટ દરમિયાન ભારતીય ટીમ ઈંગ્લેન્ડ દ્વારા પ્રથમ ઈનિંગમાં બનાવેલા 332 રનના લક્ષ્યનો પીછો કરી રહી હતી અને એક સમયે તેણે 160 રન પર છ વિકેટ ગુમાવી દીધી હતી અને ત્યારબાદ રવિન્દ્ર જાડેજા આઠમાં ક્રમે બેટિંગ કરવા આવ્યો હતો. તેણે 156 બોલમાં 86 રનની અણનમ ઈનિંગ રમી ટીમને સંકટમાંથી બહાર કાઢી હતી. 


Virat Kohli તેની દીકરી Vamika નો ચહેરો ક્યારે દેખાળશે? Fans ની સામે ખોલ્યું રાઝ


આ પ્રવાસે બદલી દીધી જાડેજાની રમત
જાડેજાએ ઈન્ડિયન એક્સપ્રેસને કહ્યુ- તે ટેસ્ટે મારા માટે બધુ બદલી નાખ્યુ, મારી રમત, મારૂ પ્રદર્શન, મારો આત્મ વિશ્વાસ. જ્યારે તમે સર્વશ્રેષ્ઠ બોલિંગ આક્રમણ વિરુદ્ધ ઈંગ્લિશ પરિસ્થિતિઓમાં સ્કોર કરો છો તો તે તમારા આત્મવિશ્વાસને ખુબ પ્રભાવિત કરે છે. તે તમને અનુભવ કરાવે છે કે તમારી ટેકનીક દુનિયામાં ગમે ત્યાં સ્કોર કરવા માટે સારી છે. બાદમાં હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયો અને મેં વનડેમાં વાપસી કરી હતી. ત્યારથી મારી રમત સારી ચાલી રહી છે. 


ખુબ દુખી હતો જાડેજા
જાડેજાએ ટીમમાંથી બહાર થવાના તે દિવસોને યાદ કરતા કહ્યુ- ઈમાનદારીથી કહું તો દોઢ વર્ષ રાતની નીંદર હરામ રહી હતી. તે સમયમાં મને યાદ છે કે હું સવારે 4-5 કલાકે ઉઠી જતો હતો. હું વિચારી રહ્યો હતો કે શું કરુ, હું કઈ રીતે વાપસી કરુ? હું સુઈ શક્યો નહીં. હું જાગીને સમય પસાર કરતો હતો.


જાડેજાએ કહ્યુ- હું ટેસ્ટ ટીમમાં હતો, પરંતુ રમી રહ્યો નહતો. હું વનડેમાં પણ બહાર હતો. હું ડોમેસ્ટિક ક્રિકેટ પણ ન રમી શક્યો કારણ કે ભારતીય ટીમની સાથે યાત્રા કરી રહ્યો હતો. મને ખુદને સાબિત કરવાની તક મળી રહી નહતી. હું વિચારતો હતો કે કઈ રીતે વાપસી કરીશ.
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube