નવી દિલ્હીઃ ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરને જવાબ આપતા કહ્યું કે, તેણે લોકોનું સન્માન કરતા શીખવું જોઈએ. પૂર્વ ભારતીય બેટ્સમેન સંજય માંજરેકરે આ પહેલા જાડેજાને નિશાન બનાવતા કહ્યું હતું કે, તે આ સમયે એવા ખેલાડીને ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ-11મા જોવા માગતા નથી જે કટકે-કટકે પ્રદર્શન કરતા હોય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાડેજાએ તેના પર માંજરેકરને ટેગ કરતા ટ્વીટ કર્યું, 'તમે જેટલી મેચ રમી છે, તેનાથી બેગણી મેં રમી છે અને હજુ રમી રહ્યો છું. લોકોનું સન્માન કરતા શીખવું જોઈએ જેણે કંઇક હાસિલ કર્યું છે. તમારી આ બુરાઈ વિશે ઘણું સાંભળ્યું છે.'


પસંદગીકારો છે રાયડૂની નિવૃતીનું કારણ, આ ભારતીય ક્રિકેટ માટે ખરાબ સમયઃ ગંભીર

જાડેજાને અત્યાર સુધી વિશ્વ કપ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં તક મળી શકી નથી. વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતે વિશ્વકપની હાલની એડિશનમાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું અને બાંગ્લાદેશને મંગળવારે હરાવીને સેમિફાઇનલમાં તેની જગ્યા પાક્કી કરી લીધી છે.