RCB vs SRH: આઈપીએલની સીઝન 15 હવે રોમાચંક મોડમાં આવી ચૂકી છે. શનિવારે રમાયેલી આરસીબી અને હૈદરાબાદ વચ્ચેની મેચ બાદ પ્રશંસકો હવે રીતસરના ભડક્યા છે. સોશિયલ મીડિયામાં આરસીબીની ટીમની જોરદાર ટીકા કરવામાં આવી રહી છે. એવામાં પ્રશ્ન હવે એવો થાય છે કે ભારતીય ટીમનો દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીના બેટમાંથી રન કેમ નથી નીકળી રહ્યા અને તે સતત ખરાબ પ્રદર્શન કરી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક સમય એવો હતો કે વિરાટ કોહલી જ્યારે ક્રિઝ પર હોય ત્યારે ભલભલા બોલરો તેનાથી પ્રભાવિત થતા હતા, પરંતુ આજે સમયનું ચક્ર ફેરવાઈ ગયું છે અને વિરાટ કોહલી પહેલા બોલ પર (ગોલ્ડન ડક) આઉટ થઈ રહ્યો છે. વિરાટ કોહલી શનિવારે પણ સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ ખાતું ખોલાવ્યા વગર પેવેલિયન ભેગો થયો હતો, જ્યારે તે પહેલા બોલે આઉટ થયું ત્યારે તેનું રિએક્શન ખરેખર જોવા લાયક હતું. વિરાટને લઈને હવે આરસીબીના મુખ્ય કોચનું એક મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે.


કોચનું મોટું નિવેદન
આરસીબીના મુખ્ય કોચ સંજય બાંગડે ખરાબ ફોર્મમાં ચાલી રહેલી આરસીબી અને વિરાટ કોહલીનો બચાવ કરતા એક નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, તેઓ બધુ કરી રહ્યા છે, જે તેમના નિયંત્રણમાં છે. પરંતુ તે પણ ખેલાડી છે, અને એક ખેલાડીના જીવનમાં એવો સમય તો આવે જ છે, જ્યારે તેના બેટમાંથી નીકળેલો પહેલો બોલ પણ ફીલ્ડર પકડી લે છે.

કોહલી ગોલ્ડન ડક પર આઉટ
કોહલીનું ખરાબ ફોર્મ હવે ટીમ માટે ચિંતાનું વિષય બની રહ્યું છે. મુખ્ય કોચ ભલે કોહલીનો બચાવ કરી લે, પરંતુ પ્રશંસકો બરાબરના નારાજ થયા છે.  કોહલી આઈપીએલમાં હૈદરાબાદ વિરુદ્ધ સતત બીજી મેચમાં ગોલ્ડન ડક આઉટ થયો. વિરાટ છેલ્લા ત્રણ વર્ષથી ક્રિકેટના એક પણ ફોર્મેટમાં સદી ફટકારી શક્યો નથી. હૈદરાબાદે આ મેચમાં આરસીબીની ઈનિંગને માત્ર 68 રનમાં સમેટ્યા બાદ 9 વિકેટે શાનદાર જીત હાંસલ કરી હતી.


બાંગડે મેચ પુરી થયા બાદ જણાવ્યું હતું કે, 'તે (વિરાટ) એક એવો ખેલાડી છે, જેણે આરસીબી માટે સારામાં સારું પ્રદર્શન કર્યું છે. કોઈ પણ ખેલાડી આ પ્રકારના સમયમાંથી પસાર થાય છે. વિરાટે સીઝનને શાનદાર રીતે શરૂ કરી હતી. તે એક મેચમાં રન આઉટ થયો અને ત્યારબાદ બેટના કિનારે અડકવાથી બોલ ફીલ્ડરના હાથમાં પકડાઈ ગયો'.


શાસ્ત્રીનું  નિવેદન
ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ તાજેતરમાં આપેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કોહલી થાકી ગયો છે અને તેણે આરામની જરૂર છે. બાંગડને જ્યારે આ વિશે પુછવામાં આવ્યું ત્યારે તેમણે વધારે ધ્યાન આપ્યું નહોતું. રાષ્ટ્રીય ટીમના આ પૂર્વ બેટ્સમેન કોચે જણાવ્યું કે, તે નિશ્ચિત રૂપથી બધું જ કરી રહ્યો છે, જે તેણા નિયંત્રણમાં છે. તે પોતાની ફિટનેસ અને કૌશલ ઉપર પણ કામ કરી રહ્યો છે અને સારી રીતે આરામ પણ કરી રહ્યો છે. પરંતુ તે દબાણને પોતાના પર હાવી થવા દેવા માંગતો નથી, તે નિયમિત સમયાતંરે આરામ કરી રહ્યો છે અને આગળ પણ આવું જ કરતો રહેશે.