નવી દિલ્હીઃ આરસીબીની છેલ્લી સિઝન ખુબ નિરાશાજનક રહી હતી અને ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાઇ કરવામાં અસફળ રહી હતી. આઈપીએલના 11 સિઝનના ઈતિહાસમાં અત્યાર સુધી રોયલ ચેલેન્જર બેંગલુરૂ પાસેથી હંમેશા ઘણી આશા રહે છે, પરંતુ અત્યાર સુધી ટીમે એકપણ વખત ટાઇટલ જીત્યું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમ રોસ્ટર
વિરાટ કોહલી, એ.બી. ડિવિલિયર્સ, પાર્થિવ પટેલ, યુજવેન્દ્ર ચહલ, વોશિંગટન સુંદર, પવન નેગી,  નાથન કોલ્ટર, મોઈન અલી, મોહમ્મદ સિરાઝ, કોલિન ડી ગ્રેન્ડહોમ, ટિમ સાઉદી, ઉમેશ યાદવ, નવદીપ સૈની,  કુલવંત ખેજોલિયા, માર્કસ સ્ટોઈનિસ, સિમરોન હેટમેયર, ગુરકિરત માન, શરફરાઝ ખાન, શિવમ દુબે, હેનરિચ ક્લાકેન, હિમંત સિંહ, મિલિંદ કુમાર, પ્રાસ રાય બર્મન, અક્ષદીપ નાથ. 


ટીમ માલિકઃ યૂનાઇટેડ સ્પિરિટ્સ


રોયલ ચેલેન્જર્સ બેંગલોરનું વિશ્લેષણ


ટીમની તાકાતઃ આરસીબી પાસે આઈસીસી રેન્કિંગમાં નંબર બેટ્સમેન (વિરાટ કોહલી) હાજર છે, જે આરસીબીની સૌથી મોટા તાકાત છે. આ સિવાય તેની પાસે એબી ડિ વિલિયર્સ, પાર્થિવ પટેલ, હેનરિક ક્લાસેન જેવા ખેલાડીઓ પણ છે. બોલિંગની વાત કરીએ તો તેની પાસે યુજવેન્દ્ર ચહલ, ઉમેશ યાદવ અને મોહમ્મદ સિરાજ છે. 


ટીમની નબળાઈઃ આરસીબી ટીમની સૌથી મોટી નબળાઈ તેનો મધ્યમ ક્રમ છે. આ ટીમ પાસે એવો કોઈપણ બેટ્સમેન નથી જે મુશ્કેલ સ્થિતિમાં ટીમને જીત અપાવી શકે. 


ટીમની પાસે તકઃ બેંગલુરૂની ટીમે યુવા ખેલાડીઓને તક આપી છે, જે આ સિઝનમાં પોતાની છાપ છોડવાનો પ્રયાસ કરશે. 
 
ટીમ માટે ખતરોઃ
આરસીબી માટે સૌથી મોટો ખતરો ખેલાડીઓનું ફોર્મ રહેશે. ખેલાડીઓના ખરાબ ફોર્મને કારણે ટીમ ગત વર્ષે (2018)માં માત્ર 6 મેચોમાં જીત મેળવી શકી હતી. 


આરસીબીની સંભવિત પ્લેઇંગ ઇલેવનઃ
વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ, પાર્થિવ પટેલ, હેનરિક ક્લાસેન, શિવમ દૂબે, કોલિન ડી ગ્રાન્ડહોમ, ગુરકીરત સિંહ માન, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ, યુજવેન્દ્ર ચહલ અને નાથન કુલ્ટર નાઇલ. 


આરસીબીનો અત્યાર સુધીનો કાર્યક્રમ


1. આરસીબી vs ચેન્નઈ સુપર કિંગ્સ (23 માર્ચ, રાત્રે 8 કલાકે, ચેન્નઈ)
 
2. આરસીબી vs મુંબઈ ઈન્ડિયન્સ (28 માર્ચ, રાત્રે 8 કલાકે, બેંગલુરૂ)


3. આરસીબી vs  હૈદરાબાદ (31 માર્ચ, સાંજે 4 કલાકે, હૈદરાબાદ)


4. આરસીબી vs રાજસ્થાન રોયલ્સ (2 એપ્રિલ, રાત્રે 8 કલાકે, જયપુર)


5. આરસીબી vs કોલકત્તા (5 એપ્રિલ , રાત્રે 8 કલાકે, બેંગલોર)