બેંગલુરૂઃ કાગિસો રબાડાની તોફાની બોલિંગ બાદ કેપ્ટન શ્રેયર અય્યરની અડધી સદીની મદથી દિલ્હી કેપિટલ્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2019)માં રવિવારે અહીં રોયલ ચેલેન્જર્સ બેંગલોરને ચાર વિકેટે હરાવ્યું હતું. આરસીબીની આ સિઝનમાં સતત છઠ્ઠી હાર છે અને ટીમને હજુ તેની પ્રથમ જીતનો ઇંતજાર ચે. આઈપીએલના ઈતિહાસમાં આરસીબી પ્રથમ ટીમ નથી, જેણે સતત છ હારથી શરૂઆત કરી છે. દિલ્હી ડેયરડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ) પણ 2013માં પોતાના શરૂઆતી છ મેચ હારી ગઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્ટાર બેટ્સમેનો અને બોલરોથી ભરેલી આરસીબીની ટીમ સતત ફ્લોપ થઈ રહી છે. તેવામાં સોશિયલ મીડિયા પર સતત આરસીબી અને વિરાટ કોહલીની મજાક ઉડાવવામાં આવી રહી છે. 









મહત્વનું છે કે, આરસીબીના 150 રનના લક્ષ્યનો પીછો કરવા દિલ્હીની ટીમે અય્ર (67)ની ઈનિંગની મદદથી 18.5 ઓવરમાં છ વિકેટ પર 152 રન બનાવીને જીત મેળવી હતી. અય્યરે 50 બોલની ઈનિંગમાં બે છગ્ગા અને આઠ ચોગ્ગા ફટકાર્યા હતા. આ પહેલા આરસીબીની ટીમ  રબાડા (21 રનમાં 4 વિકેટ)ની ઘાતક બોલિંગની સામે 8 વિકેટ પર 149 રન બનાવી શકી હતી. ટીમ તરફથી કેપ્ટન વિરાટ કોહલી (41) અને મોઈન અલી (32) રન બનાવ્યા હતા.