નવી દિલ્હીઃ ફ્રાન્સના પૂર્વ ફુટબોલ ખેલાડી ડિનેડિન જિડાનને ફરીથી રિયલ મેડ્રિડનો કોચ બનાવવામાં આવ્યો છે. જિડાને ગત વર્ષે મેમાં રિયલનું કોચ પદ છોડી દીધું હતું. 10 મહિના બાદ ફરી તેને કોચ બનાવવામાં આવ્યા છે. સોમવારે ક્બલના બોર્ડ ઓફ ડાયરેક્ટરની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જિડાન 2020 સુધી ટીમના કોચ રહેશે. રિયલે હાલના કોચ રેન્ટિયાગો સોલારીની હકાલપટ્ટી કરી છે. તે પાંચ મહિના સુધી ટીમના કોચ રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘરે પરત આવવાથી ખુશ છું: જિડાન
જિડાને કહ્યું, ઘરે પરત આવીને ખુશ છું. હું ટીમને ફરી તે સ્થાન પર જોવા ઈચ્છું છું જ્યાં તે હંમેશા રહે છે. બહારથી ટીમનું ખરાબ પ્રદર્શન જોવું સારૂ નહતું. જિડાન બાદ રિયલે જુલેન લોપેતગુઈને પાંચ મહિના માટે કોચ બનાવ્યો હતો. ત્યારબાદ સોલારીએ પદ સંભાળ્યું હતું. 


સોલારી આવ્યા બાદ ટીમનું પ્રદર્શન સારૂ રહ્યું નથી. ટીમ ચેમ્પિયન્સ લીગમાંથી બહાર થઈ ગઈ છે. આ સિવાય લા લિગામાં પણ ટોપ પર ચાલી રહેલી બાર્સિલોનાથી 12 પોઈન્ટ પાછળ છે. રિયલનો કોપા ડેલરેના સેમીફાઇનલમાં બાર્સિલોના સામે પરાજય થયો હતો. 


જિડાન જાન્યુઆરી 2016થી 2018 સુધી રિયલ મેડ્રિડના કોચ રહ્યાં હતા. આ દરમિયાન ટીમે ત્રણ વખત ચેમ્પિયન્સ લીગ જ્યારે એક વખત લા લિગાનું ટાઇટલ જીત્યું હતું. આ દરમિયાન ટીમે 149 મેચોમાંથી 104માં જીત મેળવી હતી. જ્યારે 29 મેચ ડ્રો રહી હતી. 


જિડાનની કોચિંગમાં ટીમે લગભગ 70 ટકા મેચ જીતી છે. આ સિઝનમાં સ્ટાર ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો રિયલને છોડીને ઇટાલિયન ક્લબ યુવેન્ટ્સ તરફથી રમી રહ્યો છે. યુવેન્ટ્સ માટેરોનાલ્ડોએ 26 મેચમાં 19 ગોલ કર્યાં છે. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર